ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા - Morbi Corona News

મોરબી જિલ્લામાં કોરોના કેર સતત વધી રહ્યો છે અને કેસોની સંખ્યા વધી રહી છે. જેમાં શનિવારે વધુ પાંચ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો વધુ એક દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 10 થયો છે.

Morbi
મોરબી

By

Published : Jul 19, 2020, 11:27 AM IST

મોરબી: જિલ્લામાં શનિવારે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં વાવડી રોડના રહેવાસી 72 વર્ષના પુરુષ, નાગર પ્લોટમાં રહેતા 38 વર્ષના પુરુષ, કાલિકા પ્લોટના રહેવાસી 75 વર્ષના મહિલા, હરીજનવાસમાં રહેતા 60 વર્ષના પુરુષ અને પશુરામનગરના રહેવાસી 45 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે વધુ 6 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે વાંકાનેરના વાંકિયા ગામના 60 વર્ષના પુરુષનો ગત 10ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે વૃદ્ધનું મૃત્યુ થયું છે. આ સાથે કુલ મૃત્યુ આંક 10 થયો છે.

ABOUT THE AUTHOR

...view details