- મોરબી જળ હોનારાતની 42મી વરસી
- ગુજરાત ઇતિહાસમાં કાળો દિવસ મોરબી જળ પ્રલય
- 42 વર્ષ બાદ પણ મચ્છુ હોનારતને યાદ કરી લોકોની આંખ ભીની
મોરબી: 42 વર્ષ વીતી ગયા છે જળ હોનારતને જયારે મચ્છુ 2 ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 42-42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ન હતો કે, આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ન હતી.
મોરબી જળ હોનારતને 42 વર્ષ વીતી ગયા, યાદ કરાતા આવી જાય છે આંખમાં પણી મોરબી જળ હોનારત
11 ઓગસ્ટ 1979 નો એ દિવસ અને સમય હતો બપોરે 3 : 15 નો જયારે મોરબીમાં સમાચાર વહેતા થયા હતા કે, ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટ્યો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 03 : 30 કલાકની આસપાસ તો પૂરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું, ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી આવો જોઈએ ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી સકાય એવા એ ભયંકર દિવસના વિશેષ અહેવાલને.....
આ પણ વાંચો:અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર
એ દિવસને આજે પણ મોરબી વાસીઓ ભૂલી શક્યા નથી
મોરબીના ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ સમાવી શક્યો ન હતો અને આખરે બપોરે ડેમ તૂટ્યો અને જોતજોતામાં 03:30 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઇ ચૂક્યું હતું અને માત્ર 2 કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દૂર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે, નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
કુદરત સામે લાચાર બનેલો કાળા માથાનો માનવી કુદરતના ખેલ જોતો રહ્યો
તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર-ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા.
41 વર્ષ પૂર્વેનાએ દિવસને યાદ કરી લોકો હિબકે ચડી જાય છે
41 વર્ષ પૂર્વેનાએ દિવસને આજે યાદ કરતા દુધીબેન હિબકે ચડી જાય છે અને રોતા રોતા એ દિવસને યાદ કરી જણાવે છે કે, મોરબીનો ડેમ તૂટ્યો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું. જ્યાંથી પરત ફરતી વેળાએ પાણી આવવા લાગ્યા હતા. જેથી એક ઓફિસમાં ગયા હતા પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના 11 સભ્યો તેણે એક સાથે ગુમાવ્યા હતા અને તેણે પરિવારના 11 સભ્યો હવે હયાત નથી તેની બીજા દિવસે જાણ કરાઈ હતી. એક જ ઝાટકે દુધીબેન પ્રજાપતિના માતા-પિતા, ભાઈ બહેન સહિતના પરિવારના 11 સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા. જેનો ક્યારેય પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચો:હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન
તે દિવસને કેવી રીતે ભૂલી સકાય
ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના 2 બાળકોને તાણી લઇ ગયું હતું. ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે એક બાળક તેણે, એક તેના પતિએ અને એક સસરાએ તેડ્યું હતું અને પાણીથી બચવા ટેલીફોન થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા, ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું તો બે બાળકો માતા-પિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા જેને તેઓ બચાવી ના શક્યા તો કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા. તે દિવસને કેવી રીતે ભૂલી સકાય તેમ જણાવ્યું હતું.
3 લાખ ક્યૂસેક કરતા વધારે પાણી આવતા ડેમનો માટીનો પાળો તૂટી હતી
તો ડેમ તૂટવાની ઘટના અંગે હાલ મોરબીના મચ્છુ-2 ડેમ પર ફરજ બજાવતા અધિકારીએ જે બરાસરા જણાવે છે કે, તેણે જે માહિતી પ્રાપ્ત છે તે અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 18 હયાત દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેની 3 લાખ ક્યૂસેક પાણી નિકાલની ક્ષમતા હતી જોકે મચ્છુ-1 ડેમ 10 ફૂટ ઓવરફલો થયો હોય અને 3 લાખ ક્યૂસેક કરતા ઘણું વધારે પાણી આવતા પાણી માટીના પાળા પર ચડી ગયું હતું જેથી માટીના પાળા ધોવાઈ જતા હોનારત સર્જાઈ હતી. તો આ હોનારતમાંથી બોધપાઠ લઈને સરકારે હયાત 18 દરવાજા ઉપરાંત તેનાથી વધુ ક્ષમતાના એટલે કે 41 X 27 ના 20 મોટા દરવાજા બનાવ્યા છે જેની 6 લાખ ક્યૂસેક પાણી નિકાલની કેપેસીટી છે અને અગાઉની 3 લાખ મતલબ હવે 9 લાખ ક્યૂસેક પાણી આવક હોય તો પણ ડેમ તૂટે નહિ તેવી તકેદારી લેવાઈ હોવાનું જણાવ્યું છે.
11 ઓગસ્ટના દિવસે 21 સાયરનની સલામી આપવામાં આવે છે
11 ઓગસ્ટના દિવસે 21 સાયરનની સલામી આપવામાં આવે છે. આ વર્ષે નહિ યોજાઈ મૌન રેલી, સ્મૃતિ સ્તંભ ખાતે શ્રદ્દ્ધાસુમન અર્પણ કરશે. આમ એ ગોઝારા દિવસને આજે ૪૨ વર્ષના વાયરા વીતી ગયા છે છતાં જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તે આ દિવસને કેવી રીતે ભૂલી સકે કુદરતે તેમને તો બચાવી લીધા પરંતુ એક માતાએ પોતાના સંતાનને પાણીમાં તણાતા નિસહાય જોયા છે. તો પુત્રની નજર સામે પિતા તણાઈ ગયા હતા આવા અનેક હતભાગીઓ હોય જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય ત્યારે જળ હોનારતની યાદમાં દર વર્ષે 11 ઓગસ્ટના રોજ મૌન રેલી યોજાય છે. 21 સાયરનની સલામી આપવામાં આવે છે જોકે કોરોના મહામારીને પગલે મૌન રેલી આ વર્ષે નહિ યોજાય પરંતુ પરંપરાગત રીતે સાયરનની સલામી આપી મણીમંદિર પાસે બનાવેલા સ્મૃતિ સ્તંભ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે.