- ટંકારાના મીતાણા ગામ નજીક કરવામાં આવતી હતી ડીઝલ ચોરી
- LDO ડીઝલ ચોરી કરનારા 4 શખ્સ ઝડપાયા
- 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરાઇ
મોરબીઃ ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટંકારા પોલીસે દરોડો પાડીને ડીઝલ ચોરી કરનારા 4 શખ્સોને ઝડપી પાડી 48.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડીઝલ ચોરી કરનારા 4 શખ્સ ઝડપાયા
મોરબી જિલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પી.એન.ગોહિલ, પ્રફુલકુમાર પરમાર, જીતેન્દ્રભાઈ ધેલાભાઈ અને રમેશભાઈ ચતુરભાઈ સહિતની ટીમે મળેલી બાતમીના આધારે ટંકારા તાલુકાના મીતાણા ગામે મોમાઈ હોટલની પાછળ આરોપી રમેશભાઈ દલીચંદભાઈ ઢેઢીને અને તેના સાથી મિત્રોને ઝડપી પાડ્યા હતા.
જે પોતાના બંને ડ્રાઈવરો હુશેન ઓસમાણ નાયાણી વાધેર તથા ઈસ્માઈલ હુશેનભાઈ સંગાર અને તેના પાર્ટનર આરોપી જયદીપ કિશોરભાઈ વ્યાસ ટેન્કરો મીતાણા લાવી તેમાંથી LDO ના મૂળ માલિક (રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લીમીટેડ)ની પરવાનગી વગર LDO પ્રવાહી કાઢી અને LDOની ચોરી કરી અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે જ્વલનશીલ પદાર્થ કોઈ ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા વિના રાખી મળી આતવા પોલીસે 4 આરોપી સાથે કુલ મુદ્દામાલ 48,46,946 રૂપિયાની કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.