ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 4ના મોત

વાંકાનેર નજીક આવેલા પીપરડી ગામ નજીક ગઈકાલે સોમવારે રાત્રે દર્દનાક ઘટના બની હતી. જેમાં કેમિકલ ફેક્ટરીનું બોઇલર ફાટતા 4 લોકોના મોત થયા હતા.

gujarat
gujarat

By

Published : Apr 13, 2021, 8:25 AM IST

Updated : Apr 13, 2021, 1:00 PM IST

  • કેમિકલ ભરેલું બોઈલર ફાટતા 4 મોત, 11 ઈજાગ્રસ્ત
  • તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા
  • વાંકાનેર ડેપ્યુટી મામલતદાર સહિતની ટીમ દોડી ગઈ

મોરબી: વાંકાનેરના પીપરડી ગામ નજીક આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં રાત્રીના 8 વાગ્યાની આસપાસ હૃદય કંપવાનારી ઘટના બની હતી. આ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલની હોવાથી 8 વાગ્યાની આસપાસ કંપનીમાં બોઇલર ફાટ્યા હતા. જેમાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 3થી 4 જેટલા લોકો ફસાયા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા. જેના નામ દયાનંદ, બબલુ અને મુકેશ હોવાની માહિતી મળી હતી. તો બોઇલર ફાટતા આગ પણ લાગી હતી. જેની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા મોરબી અને રાજકોટ ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 4ના મોત

આ પણ વાંચો :આણંદની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 13 ફાયર ફાઇટર ઘટના સ્થળે

બોઈલર ફાટતા એક કિલોમીટર સુધી કેમિકલ ઉડ્યા

આ ઘટનાની જાણ થતાં વાંકાનેર ડેપ્યુટી મામલતદાર અને રાજકોટ પોલીસ કમિશનર સહિતના દોડી ગયા હતા. તો કેમિકલના બોઇલરનો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, એક કિલોમીટર સુધી કેમિકલ અને પતરા ઉડ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો મૃતદેહોને પણ રાજકોટ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. રાજકોટ પોલીસ અને GPCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 4ના મોત
Last Updated : Apr 13, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details