- મોરબી જિલ્લાના ગામડાંઓ એલર્ટ પર
- મચ્છુ-2 ડેમ ઓવરફલો થતા 31 ગામડાંઓને એલર્ટ
- મચ્છુ -2 ડેમ 100 ટકા ભરાઈ ગયો
મોરબીઃ મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થતા 31 ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી આજે ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, મચ્છુ -2 ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામડાં ઓને એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે પાણીની આવક
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. સૌની યોજનો મધર ડેમ ઓવરફલો થતા અન્ય જીલ્લા માટે રાહત થઈ છે. ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા મોરબીવાસીઓ માટે હલ થઇ છે. મોરબી જીલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ સર્જાયો હતો, અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઇ છે, જેના પગલે મચ્છુ- 1 ડેમ ઓવરફલો થયા બાદ મચ્છુ -2 ડેમ પણ ઓવરફલો થયો છે. શુક્રવારે બપોરે સુધીમાં મચ્છુ- 2 ડેમ ઓવરફલો થઇ ગયો છે. જેના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છુ - 2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા મોરબીવાસીઓને પાણી અને સિંચાઈની સમસ્યા હાલ થઇ છે. મચ્છુ -2 ડેમ સૌની યોજનો મધર ડેમ હોવાથી અન્ય પાંચ જિલ્લાની પણ પાણીની સમસ્યા હલ થઇ છે.
મોરબી તાલુકાના 17 ગામો એલર્ટ પર