ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૌરક્ષક સહીત 3 ઈસમો પાસા હેઠળ જેલહવાલે - Gujarati News

મોરબીઃ લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને માથાભારે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં મોકલવવામાં આવી રહ્યા છે. જેમાં હાલમાં જ એલસીબી ટીમે 2 માથાભારે ઇસમોને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કહેવાતા ગૌરક્ષકને પણ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગૌરક્ષક સહીત 3 ઈસમો પાસા હેઠળ જેલહવાલે

By

Published : Apr 21, 2019, 12:33 PM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી. જાડેજાની એલસીબી ટીમે લોકસભા ચૂંટણી 2019 અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલા પાસા વોરંટ બજવણી અંતર્ગત નવસાદ હુશેનભાઈ વઘાડીયા સિપાઈ, મકરાણી વાસ વાળાને રહે મોરબી ,લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને જાવેદ અખ્તર બલોચ મકરાણી રહે ,મોરબી મકરાણી વાસ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ ઉપરાંત એલસીબી ટીમ તથા બી ડીવીઝન ટીમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી જરૂરી માર્ગદર્શન અને સૂચના મળતા સામાવાળા કહેવાતા ગૌરક્ષક દિનેશ રામજીભાઈ લોરિયા રહે ,મહેન્દ્રનગર મોરબી વાળાને પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details