મોરબી: વાંકાનેરનાં દીધળિયા-શેખરડી ગામ વચ્ચેનાં કોઝવે પર કાર તણાઈ હતી. જેની જાણ તંત્રને કરવામાં અવાય શોધખોળ હાથ ધરવામાં આવતા કારમાં સવાર 3 યુવાનોનાં મોત થયા છે. જ્યારે 2 લોકોને બચાવી લેવાયા હતા.
વાંકાનેરના શેખરડી પાસેનાં કોઝ વે પર કાર તણાઈ જતા 3ના મોત - દીધળિયા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના શેખરડી પાસે આવેલા કોઝવે પર કાર તણાઈ ગઈ હતી. જેમાં સુરેન્દ્રનગરના 3 યુવાનોનાં મોત થયા હતા.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનરના 5 યુવાનો કારમાં પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન દીધળિયા શેખરડી વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને ધસમસતા પાણીમાં કાર તણાવા લાગી હતી. જેની જાણ આસપાસનાં લોકો દોડી જતાં પીન્ટુ મનસુખ મેનિયા અને ગૌરવ રસિક સાપરાને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય ત્રણ યુવાનો સાથે આખી કારનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં હતી અને વહીવટી તંત્રની ટીમ પણ દોડી જઈને કામગીરી હાથ ધરી હતી.
ડૂબેલી કાર મળી આવી હતી અને કારમાંથી 3 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યાં હતા. મૃતકોમાં કાલીયા જયદીપ ઘનશ્યામ, બાવળિયા યોગેશ, અને બાવળિયા નરસી ગંગારામનો સમાવેશ થાય છે. જેઓ સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.