મોરબી LCB ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન માટેલ ઢુવા રોડ પરથી વિદેશી દારૂ કારમાં હેરાફેરી કરતા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી હતી. પાયલોટીંગ કાર સાથે જતી મારૂતિ અર્ટીગા કારને આંતરીને તપાસ કરતા કારમાંથી LCB ટીમે દારૂ-બીયરનો જથ્થો તેમજ 2 કાર, 6 મોબાઈલ સહિત કુલ 12,23,700ની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાંકાનેરમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા
મોરબી: જિલ્લામાં દારૂ અને જુગારને ડામવા LCB ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે દારૂના ધંધાર્થીઓ પર તબાહી બોલાવવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં માટેલ રોડ પરથી પાયલોટીંગ કારમાં જતા દારૂ-બીયરના જથ્થાને ઝડપી લેવામાં LCB ટીમને સફળતા મળી છે.
વાંકાનેરના માટેલ રોડ પરથી દારૂ-બીયરના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા
કારમાં સવાર આરોપી સલીમ ઈસ્માઈલ સુમરા, સાગર નવઘણ રબારી, ગેલાભાઈ નૈયાને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપી અજય ઉર્ફે અજ્લો કોળી પાસેથી દારૂનો જથ્થો મેળવ્યાની આરોપીઓએ કબુલાત આપતા તેની સામે ગુનો નોંધીને આગળની તપાસ ચલાવવામાં આવી છે.