ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 27 કેસ, 14 દર્દીઓ સ્વસ્થ થયા - મોરબીમાં કોરોનાને હરાવનાર

મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ 27 કેસ નોંધાયા છે, તો 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

મોરબી
મોરબી

By

Published : Aug 12, 2020, 11:48 AM IST

મોરબી: મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ 27 કેસ નોંધાયા છે, તો 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

મોરબીમાં નવા કેસમાં માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે 56 વર્ષના પુરુષ, મોરબી સિરામિક સિટીમાં રહેતા 30 વર્ષીય પુરુષ, માધાપરમાં રહેતા 60 વર્ષીય પુરુષ, એવન્યુ પાર્કમાં રહેતા 27 વર્ષીય પુરુષ, ઘૂંટુ ગામમાં રહેતા 54 વર્ષીય પુરુષ, એવન્યુ પાર્કમાં રહેતા 65 વર્ષીય પુરુષ, સાવસર પ્લોટમાં રહેતા 36 વર્ષીય પુરુષ, ત્રાજપરમાં રહેતા 28 વર્ષીય પુરુષ, ગોકુલનગરમાંં રહેતી 22 વર્ષીય મહિલા, ગ્રીન ચોક કંસારા શેરીમાં રહેતા 60 વર્ષીય પુરુષ, 60 વર્ષીય મહિલા, 55 વર્ષીય મહિલા, 68 વર્ષીય પુરુષ, 25 વર્ષીય પુરુષ, અને 36 વર્ષીય પુરુષ, યદુનંદનમાં રહેતા 57 વર્ષીય પુરુષ, ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય મહિલા અને 24 વર્ષીય મહિલા, વાંકાનેર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય મહિલા, ટંકારના મિતાનામાં રહેતા 30 વર્ષીય પુરુષ, હળવદના ચરાડવા 5 કેસ નોંધાય છે, જેમાં 68 વર્ષીય પુરુષ, 53 વર્ષીય પુરુષ, 50 વર્ષીય મહિલા, 32 વર્ષીય મહિલા અને 13 વર્ષીય સગીરા, મોરબી બોની પાર્ક પાછળ 72 વર્ષીય મહિલા અને ટંકારા મોટા ખીજડિયામાં રહેતા 65 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે, નવા કેસો સાથે કુલ કેસનો આંક 547 થયો છે. જેમાં 177 એક્ટિવ કેસ, 334 દર્દી રિકવર થયા છે, જ્યારે 36ના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details