મોરબી: જિલ્લાના નવા કેસોમાં બગથળા ગામે 70 વર્ષ પુરુષ, નાની બજારમાં 42 વર્ષ મહિલા અને 10 વર્ષની બાળકી, ચકમપર ગામે 46 વર્ષ પુરુષ, વાંકાનેરના દિગ્વિજયનગર પેડકમાં 60 વર્ષ પુરુષ, વાંકાનેરના જડેશ્વર રોડમાં રહેતા 40 વર્ષ મહિલા, માધાપરમાં રહેત 70 વર્ષ પુરુષ, બેલા (રંગપર)માં 62 વર્ષ મહિલા, મહેન્દ્રનગર હનુમાન એપાર્ટમેન્ટમાં 52 વર્ષ પુરુષ, જીઆઈડીસી સામે અંકુર સોસાયટીમાં 6 વર્ષ પુરુષ, બાયપાસ રોડ સરદાર નગર 1માં ચાણક્ય એપાર્ટમેન્ટમાં 46 વર્ષ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા.
મોરબી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દી સાજા થયા - covind19news
મોરબી શહેર અને જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના નવા 23 કેસો નોંધાયા છે.
તેમજ મોરબીની સોમૈયા સોસાયટીના 41 વર્ષ મહિલા, કાયાજી પ્લોટમાં 65 વર્ષ મહિલા અને 18 વર્ષ પુરુષ, માધાપરમાં 31 વર્ષ મહિલા, નવી પીપળી શાંતિ નગરમાં 33 વર્ષ પુરુષ, લાતીપ્લોટ જોન્સનગરના 60 વર્ષ મહિલા અને 35 વર્ષ મહિલા, સીમ્પોલો સિરામિકના 40 વર્ષ પુરુષ, ભક્તિનગર 1 વાવડી રોડમાં 62 વર્ષ મહિલા, આંદરણા ગામે 70 વર્ષ મહિલા, શનાળા રોડ ઉમિયાનગર 2માં 22 વર્ષ પુરુષ અને હળવદ બ્રાહ્મણ ભોજનશાળા પાસે રહેતા 20 વર્ષ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વધુ 11 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા 23 કેસો સાથે કુલ કેસનો આંક 673 થયો છે. જેમાં 214 એક્ટીવ કેસ, 419 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 40 દર્દીના મોત થયા છે.