ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાયા

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોરબીમાં જલારામ બાપાની 221 મી જન્મજયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજાયા
મોરબીમાં જલારામ બાપાની 221 મી જન્મજયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજાયા

By

Published : Nov 21, 2020, 4:43 PM IST

  • જલારામ બાપાની 221મી જન્મજયંતીની ઉજવણી
  • પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા
  • દેશ વિદેશના ભક્તજનોમાં અનેરો ઉત્સાહ

મોરબી: સંત સિરોમણી પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશ વિદેશના ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પૂજ્ય જલારામબાપાની 221મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાયા

અનેક કાર્યક્રમોનું કરાયું આયોજન

સવારે 6 કલાકે પ્રભાતધૂન, 9 કલાકે જલારામ બાપાનું પૂજન, 10 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11-30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામા આવ્યુ હતું.

ફાયર વિભાગની ટીમના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. જેમાં પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કિન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ દ્વારા કેક કટીંગ કરવામા આવ્યું હતું. ચાલુ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં ખડેપગે સેવા આપનારા ફાયર વિભાગના જવાનોના હસ્તે કેક કટિંગ કરવામાં અવાયું હતું. જલારામ જયંતી નિમિતે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details