ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાંથી કર્ણાટકમાં 2000 ટન સિરામિક ટાઇલ્સ ગુડ્ઝ ટ્રેન મારફતે કર્ણાટક મોકલાઇ

પશ્ચિમ રેલવે વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ઝોનલ મુખ્ય અને ડિવિઝનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જે નવા નવા પ્રયોગ કરીને જે માલને બજાર સુધી ઉપલબ્ધ કરવામાં મદદરૂપ બની રહ્યું છે

Morbi News
Morbi News

By

Published : Dec 13, 2020, 1:55 PM IST

  • કર્ણાટક પ્રથમ વખત ગુડ્ઝ ટ્રેન મારફત ટાઈલ્સ મોકલવામાં આવી
  • ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધવાથી નવા યુનિટો શરુ થયા
  • સિરામિક ફેકટરીઓમાં મશીનરી પણ અધ્યતન સારી ઉપયગો થવા લાગી

મોરબીઃ પશ્ચિમ રેલવે વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ઝોનલ મુખ્ય અને ડિવિઝનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જે નવા નવા પ્રયોગ કરીને જે માલને બજાર સુધી ઉપલબ્ધ કરવામાં મદદરૂપ બની રહ્યું છે. જેથી ઉદ્યોગકારોને સરળતાથી માલ મોકલી શકે. મોરબીમાંથી મોટી માત્રામાં સિરામિક ટાઈલ્સ કર્ણાટક મોકલવામાં આવી હતી.

કર્ણાટક પ્રથમ વખત ગુડ્ઝ ટ્રેન મારફત ટાઈલ્સ મોકલવામાં આવી

રેલેવે વિભાગમાંથી મળતી વિગત મુજબ મોરબી ગુડ્ઝ શેડ મારફતે 2000 મેટ્રિક ટન ટાઇલ્સ મોરબીથી કર્ણાટક મોકલવામાં આવી હતી. મોરબીથી કર્ણાટક ટાઇલ્સ પહેલી વખત મોકલવામાં આવી હતી. આ મારફતે રેલવેને રૂપિયા અંદાજીત 38 લાખની આવક થઈ હતી. કુલ 68 કન્ટેનરમાં માલ લોડ કરવામાં આવ્યો હતો. ટ્રેન મારફતે માલ મોકલવામાં આવતા ઉદ્યોગકાર અને યુઝર્સને માલ સસ્તો પડી રહ્યો છે, તો એક સાથે આટલો માલ ટ્રેન મારફત જતા હાઈવે પર ટ્રકો અને કન્ટેનરનો ટ્રાફિક પણ ઘટ્યો અને એટલું પ્રદુષણ પણ ઓછું થયું છે.

સિરામિક ફેકટરીઓમાં મશીનરી પણ અધ્યતન સારી ઉપયગો થવા લાગી

રાજકોટ સિનિયર ડિવિઝન ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મોરબીથી ટાઇલ્સ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામના રાજ્યોમાં માલ મોકલવામાં આવ્યો છે, પરંતુ પહેલીવાર માલ કર્ણાટક મોકલાયો છે. આ કન્ટેનરનું બુકિંગ ડિસ્ટ્રિબ્યૂશન લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબીથી કર્ણાટકનું અંતર 1870 કિલોમીટર થાય છે. ભવિષ્યમાં આ સુવિધામાં વધારો થવાની સંભાવના છે.

કોરોના પછી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ફેરફાર થયા છે

જેમ કે, પહેલા પેમેન્ટ મુદત આપવામાં આવતી હતી. જેના બદલે હવે એડવાન્સમાં પેમેન્ટ કર્યા બાદ ઓર્ડર લેવાઈ છે. મશીનરીમાં પણ અધ્યતન ઇટાલિયન, સ્પેન એમ અલગ અલગ કન્ટ્રીની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાથે સાથે યુરોપ, અમેરિકા, આફ્રિકન કન્ટ્રી, એશિયન કન્ટ્રીમાંથી કોરોના બાદ ઓર્ડર સીધા મોરબીમાં મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટ બંનેમાં ડિમાન્ડ નીકળી છે.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં 5 હજાર કરોડનું નવું રોકાણ થશે

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી મોરબીના સિરામિક પ્રોડક્ટની ડિમાન્ડ પહેલા કરતા વધી છે. જેને કારણે નવા નવા યુનિટ શરૂ થઈ રહ્યા છે. એકલા માત્ર મોરબીમાં જ 50 જેટલા નવા યુનિટ નવા ખુલી રહ્યા છે. જેમાં અંદાજિત 5 હજાર કરોડનું રોકાણ થવાની સંભાવના છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધવાથી નવા એકમો શરૂ થયા છે.

ABOUT THE AUTHOR

...view details