ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લાના શ્રમિકોને વતન મોકલવા માટે અત્યાર સુધીમાં 20 ટ્રેન રવાના

મોરબી જિલ્લાના શ્રમિકોને વતન મોકલવા માટે અત્યાર સુધીમાં 20 ટ્રેન રવાના કરવામાં આવી છે. ટ્રેન સિવાય પણ લગભગ 60 હજારથી વધુ શ્રમિકો બસો અને ખાનગી વાહનો પણ મોકલવામાં આવ્યા છે.

By

Published : May 24, 2020, 7:04 PM IST

MORBI
મોરબી

મોરબી : ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી મોરબી જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને પોતાના વતન સન્માનજનક રીતે પહોંચાડવાની કામગીરીમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો છે. મોરબી જિલ્લામાંથી ટ્રેન મારફતે મોકલાયેલા શ્રમિકો અંગે માહિતી આપતા અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું કે, તા.24 મી મે મંગળવારની મધ્યરાત્રી સુધીમાં મોરબી જિલ્લામાંથી 20 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવાઇ છે.

મોરબી જિલ્લાના શ્રમિકોને વતન મોકલવા માટે અત્યાર સુધીમાં 20 ટ્રેન રવાના

જેમાં અંદાજે 3 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે. 20 ટ્રેન પૈકી ઉત્તર પ્રદેશ માટે 10 ટ્રેન બિહારની 01, ઓડિશાની 04, મધ્યપ્રદેશની 03, ઝારખંડની 02, ટ્રેન દોડાવાઈ છે. તેમજ હજુ પણ બીજી પણ 10 જેટલી ટ્રેનો જશે તો ટ્રેન સિવાય પણ લગભગ 60 હજારથી વધુ શ્રમિકો બસો અને ખાનગી વાહનો પણ મોકલવામાં આવ્યા છે, અને શાંતિપૂર્ણ રીતે શ્રમિકો જઈ રહ્યા છે. આમ લગભગ 1 લાખ જેટલા શ્રમિકો વતન પહોંચી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details