2 મહિલાઓના પરિવારના સભ્યો મોરબી વાંકાનેર હાઈવે પર સિરામિક ફેક્ટરી કામ કરે છે. જેમને મળવા મહિલાઓ ભોપાલથી મોરબી આવી હતી. પરંતુ બંનેમાંથી કોઈ પાસે પરફેક્ટ સરનામું કે નંબર નહોતું. જેથી મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ હતી.
મોરબીમાં ભોપાલની 2 મહિલાઓનું અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું - 181 abhayam
મોરબીઃ ભોપાલની ભૂલી પડેલી 2 મહિલાઓનું અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ભોપાલની 2 મહિલાઓ મોરબીમાં મજૂરી કરતા તેના પરિવારને મળવા આવી હતી. જ્યાં સરનામું અને અન્ય ઓળખાણ ન હોવાથી ભૂલી પડી હતી. જેમનું અભિયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અભયમ ટીમની કામગીરી morbi news મોરબી સમાચાર અભયમ ટીમને મળેલી સફળતા અભયમથી મળતી સહાય
જેની જાણકારી મોરબી અભયમ ટીમને કરાઈ હતી, અભયમ ટીમે ફેક્ટરી ઢુવા નજીક હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પાસે પરિવારના સભ્ય દ્વારા પૈસાનું મોકલાયેલી પાવતી મળી આવી હતી. તેનો એકાઉન્ટ નંબર મેળવી તે ખાતું કોનું છે અને તેના પરથી નંબર મેળવી સવારથી હેરાન થતા બંને બહેનોનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મોરબી 181 અભયમ ટીમના ભટ્ટી પિન્કી, વનીતાબેન અને ડ્રાયવર બહાલભાઈ સાથે મળીને આ કામગીરી કરી હતી.