ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારાના નેકનામ નજીક ટ્રકની ઠોકરે બાઈકસવાર 2 વૃદ્ધના મોત - તપાસ હાથ ધરી

મોરબી: ટંકારા તાલુકાના નેકનામ-હમીરપર રસ્તા પરથી પસાર થતા ડબલ સવારી બાઈક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર 2 વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના નેકનામ નજીક ટ્રકની ઠોકરે બાઈકસવાર 2 વૃદ્ધના મોત
ટંકારાના નેકનામ નજીક ટ્રકની ઠોકરે બાઈકસવાર 2 વૃદ્ધના મોત

By

Published : May 4, 2021, 8:17 PM IST

  • ટંકારાના નેકનામ નજીક ટ્રકની ઠોકરે બાઈકસવાર 2 વૃદ્ધના કરુણ મોત
  • અકસ્માતમાં બન્ને વૃદ્ધો ફંગોળાઈ જતા મોત નિપજ્યા
  • ટંકારા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબી: ટંકારા તાલુકાના નેકનામ-હમીરપર ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું. ત્યારે, ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સવાર બન્ને વૃદ્ધો ફંગોળાઈ જતા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આથી, ઘટનાસ્થળે જ બન્ને વૃદ્ધના મોત થયા હતા. રાજકોટના ટીશા ગોગા ભરવાડ અને મીતાણાના વાલા ભાના ભરવાડના મોત થયાની માહિતી મળી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. જેની, ટંકારા પોલીસે નોંધ કરી ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો:મોરબીના પંચાસર ગામે 3 વર્ષ પૂર્વેના ફાયરીંગ હત્યા કેસમાં તમામ 6 આરોપીઓ નિર્દોષ જાહેર

ટ્રક ચાલક અકસ્માત બાદ નાશી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

ટંકારાના મીતાણા ગામના રહેવાસી નારણ વાલા ભરવાડ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પિતા વાલા અને ટીશા ગોગા ભરવાડ બન્ને બાઈક GJ03JH1760 લઈને જતા હતા. ત્યારે, મીતાણા નેકનામ રોડ પર ટ્રક ડમ્પર GJ 03 BV 7097ના ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં બાઈક સવાર ફરિયાદીના પિતા વાલાભાઈ અને ટીશાભાઈને ગંભીર ઈજા થતા બન્નેના મોત થયા હતા. આ બાદ, ડ્રાઇવર ટ્રક લઈને નાસી ગયો હતો. આ ઘટનામાં, ટંકારા પોલીસે અકસ્માત અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details