દર દિવસે કોરોનાના કેસમાં સતત વધારો
- મોરબીમાં બુધવારે ફરી બે કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા
- કોરોનાનો કુલ આંક 29 પર પહોંચ્યો
- મોરબીના વધુ 2 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 29 પર પહોચ્યો
મોરબીઃ દર દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છેે, ત્યારે બુધવારે ફરી બે કેસ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં મોરબીના શનાળા રોડ પર રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો મહેદ્ન્રપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
મોરબીના વધુ 2 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 29 પર પહોચ્યોં મળતી મહિતી મુજબ, મંગળવારે રાજકોટ સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં દાખલ મોરબીના શહેરના શનાળા રોડ પર આવેલા યંદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવાનનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, પોઝિટિવ દર્દી થોડા દિવસ આગાઉ અમદાવાદ ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળી હતી, તો હાલમાં આરોગ્ય વિભાગ દર્દીના વિસ્તારમાં દોડી જઈને કામગીરી હાથ ધરી છે, તો મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તાર શેરી-3માં રહેતા વૃદ્ધનું સેમ્પલ રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતેથી લઈને અમદાવાદ મોકલવામાં આવ્યુ હતું. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો આરોગ્ય વિભાગે દોડી જઈને કામગીરી હાથ ધરી હતી. હાલ તો મોરબી જિલ્લામાં કોરોનાનો આંક 29 પર પહોચતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.