ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના માટેલ અને તીથવા ગામમાં મારામારીની ફરિયાદ - ravi motwani

મોરબીઃ માટેલ ગામે જૂની બાબતની રીસ રાથી આધેડને જ્ઞાતિવાચક શબ્દોથી અપમાનિત કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જયારે તીથવા ગામે પણ મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના માટેલ અને તીથવા ગામમાં મારામારીની ફરિયાદ

By

Published : Jul 12, 2019, 2:31 AM IST

વાંકાનેરના માટેલ ગામે રહેતા રતિલાલ ઉર્ફે રતો અરજણભાઈ ભરવાડ અને તેના ભાઈની વિરુદ્ધમાં વિજયાબેન નારણભાઈ ચાવડાએ દોઢેક વર્ષ પહેલા એસ્ટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જે બાબતની રીસ રાખી આરોપીએ ફરિયાદીના પતિ નારણભાઈ ચાવડાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેચી લેવા માટે ધમકી આપી હતી. આ સમયે જાતિવાચક શબ્દોથી અપમાનિત કરી ગાળો આપી હતી અને ફરિયાદ પાછી ન ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે નારણભાઈએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટના વાંકાનેરના તીથવા ગામે બની છે. અહીં ગામમાં રહેતા શારદાબેન કેશુભાઈ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છ. જેમાં આરોપીઓ ફરિયાદીના કુટુંબીજનો થતા હોય અને આરોપી દલપત દેવજી ઝાલાએ અમારી દીકરી વિષે જેમ તેમ બોલો છો કહીને આરોપી દલપત દેવજી ઝાલા અને સંજય દલપત ઝાલા બોલાચાલી કરી ઝપાઝપી કરી જતા રહ્યા હતા.

બાદમાં આરોપી મનસુખ દેવજી ઝાલા, સંજય મનસુખ ઝાલા, ભરત દલપત ઝાલા અને મહેશ મનસુખ ઝાલા તમામ રહે તીથવાનાઓએ બજારમાં ગરબી ચોકમાં ભેગા થતાં ફરીયાદી અને તેના સાહેદને ગાળો બોલી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details