ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ટોબેકો સેલની કાર્યવાહીમાં 19 વેપારીઓને દંડ

18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ કરવું એ દંડનીય ગુનો છે. જેથી દુકોનદારોને તે બોર્ડ લગાવવાનું ફરજિયાત હોય છે. જેણે ન લગાવ્યું હોય તેમને COTPA–2003ની કલમ-6 (એ) અન્વયે 38,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોરબીમાં ટોબેકો સેલની કાર્યવાહીમાં 19 વેપારીઓને દંડ
મોરબીમાં ટોબેકો સેલની કાર્યવાહીમાં 19 વેપારીઓને દંડ

By

Published : Jun 5, 2020, 12:48 PM IST

મોરબી: 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ કરવું એ દંડનીય ગુનો છે. જેથી દુકોનદારોને તે બોર્ડ લગાવવાનું ફરજિયાત હોય છે. જેણે ન લગાવ્યું હોય તેમને COTPA–2003ની કલમ-6 (એ) અન્વયે 38,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોરબીમાં ટોબેકો સેલની કાર્યવાહીમાં 19 વેપારીઓને દંડ

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા શહેરમાં COTPA 2003 કાયદાની અમલવારી અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને તમાકુ કે, તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે અને તે અંગેની ચેતવણી દર્શાવતું 60 સેમી* 30 સેમીનું બોર્ડ લગાવવામાં આવ્યુ છે કે, તમાકુ કે તમાકુની કોઈ પણ બનાવટ વેચનારા વેપારીએ આ પ્રકારનું બોર્ડ લગાવવાનું હોય છે, પરંતુ મોરબીમાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ વિભાગના સયુંકત ઉપકમે દુકાનોની મુલાકાત લેતા કેટલીક દુકાનોમાં ચેતવણી દર્શક બોર્ડ જોવા મળ્યું નહતુ. આવા ચેતવણી દર્શક બોર્ડ નહીં લગાવેલી દુકાનદારોને COTPA – 2003ની કલમ -6 ( એ ) અન્વયે દંડ ફટકારીને કુલ 19 કેસ કરીને રૂપિયા 38,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ચેતવણી દર્શક બોર્ડ લગાડવા અને તેમનું પાલન કરવા મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ દરેક દુકાનદારોને નમ્ર અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details