મોરબીઃ પંચાસર રોડ ઉપર આવેલા એક કારખાનામાં 19 લોકોએ ભેગા થઈને સમૂહ ભોજન ગોઠવ્યું હતું. જે અંગે પોલીસને બાતમી મળતા દરોડો પાડીને તમામ લોકોને પકડી પાડીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં લોકડાઉન વચ્ચે સમૂહ ભોજનનું આયોજન કરનાર 19 લોકો ઝડપાયા - સમૂહ ભોજનનું આયોજન કરનાર 19 લોકો ઝડપાયા
પંચાસર રોડ ઉપર આવેલા એક કારખાનામાં 19 લોકોએ ભેગા થઈને સમૂહ ભોજન ગોઠવ્યું હતું. જેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોની ધરપક્ડ કરી હતી.
![મોરબીમાં લોકડાઉન વચ્ચે સમૂહ ભોજનનું આયોજન કરનાર 19 લોકો ઝડપાયા મોરબીમાં લોકડાઉન વચ્ચે સમૂહ ભોજનનું આયોજન કરનાર 19 લોકો ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6999857-1091-6999857-1588236349683.jpg)
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી તથા પી.એસ.આઈ. બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
પોલીસ શહેરના CCTV કેમેરા તથા ડ્રોન દ્વારા પણ સતત મોનિટરીંગ કરી સોશિયલ મીડિયા પર નજર રાખતા હોય છે. ત્યારે મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઈલ મિલ સામેની શેરીમાં આવેલા રાઘે મશીન ટુલ્સ નામના કારખાનામાં અમુક ઈસમો ભેગા થયેલા અને જમવાનો પ્રોગ્રામ રાખેલો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી ત્યાં રહેલા તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.