વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં એક મહિલાને ઘરેથી કાઢી મુકવામાં આવી હતી. મહિલા રખડતી ભટકતી હાલતમાં હોવાથી મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સિલર ભટ્ટ પિન્કી, કોન્સ્ટેબલ રૂપલબેન છૈયા અને પાઈલોટ દેવજીભાઈની ટીમ સ્થળ પર પહોંચી હતી.
વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતા અને પુત્રીનું 181ની ટીમે કરાવ્યું મિલન - અભયમ ટીમની કામગીરી
મોરબી: વાંકાનેર પંથકમાં એક મહિલા મળી આવતા 181 ટીમ દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેનું 4 મહિનાની બાળકી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું
વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતા અને પુત્રીનું 181ની ટીમે મિલન કરાવ્યું
મહિલા સાથે મારઝૂડ કરીને ઘરેથી કાઢી મૂકી હોય અને પરિણીત મહિલાને 4 માસની બાળકી હોય જેથી માતા ખુબ ચિંતાતુર હતી. જે મહિલાનું 181 ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારની તમામ વિગતો મેળવીને મહિલાની સમજાવટ કરી હતી. તેમજ કાયદાકીય માહિતી આપીને મહિલાના ઘરે પહોંચીને તેની બાળકી પરત અપાવી હતી. બંનેની સમજાવટ કરતા સમાધાન થયું હતું.