મોરબીઃ મોરબીના આલાપ પાર્કમાં રહેતા સિરામિક ઉધોગપતિ હિતેશભાઈ સરડવા સવારના સમયે વાવડી રોડ પરની સોમૈયા સોસાયટીમાં આવેલ પોતાની ઓફિસે ઈનોવા કાર લઈને પહોંચ્યાં ત્યારે કારમાંથી ઉતરતાં હતાં. આ સમયે ડબલસવારી બાઈકમાં આવેલ શખ્શોએ સિરામિક ઉધોગપતિને ધોકો મારી આંખમાં મરચું નાખી તેમની પાસેના 18 લાખ રોકડ ભરેલો થેલો લઈને ફરાર થયાં હતાં.
મોરબીમાં દીનદહાડે બની ઘટના, આંખમાં મરચું છાંટી સિરામિક ઉધોગપતિના 18 લાખ લૂંટ્યાં - લૂંટ
મોરબી શહેર જાણે ક્રાઈમ હબ બની રહ્યું હોય તેમ ગંભીર કહેવાતા ગુનાઓ સામાન્ય બની રહ્યાં છે. બેંકની દિલધડક લૂંટના આરોપીઓ પકડાયાના સમાચારની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં વાવડી રોડ પરથી ધોળેદિવસે સિરામિક વેપારીની આંખમાં મરચું નાખી બે બાઈકસવાર શખ્શો રુપિયા 18 લાખની લૂંટને અંજામ આપી ફરાર થયાં છે.
બાઈક સવાર એક શખ્શે હેલ્મેટ જયારે પાછળ બેસેલ ઇસમેં મોઢે રૂમાલ બાંધ્યો હતો. પોલીસે બનાવને પગલે જિલ્લામાં નાકાબંધી કરી છે જોકે એક બાદ એક ગંભીર ગુનાઓને અંજામ આપીને અસામાજિક તત્વો કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે જે જગ્યા એ લૂંટનો બનાવ બન્યો તે જગ્યાએ સ્થાનિકો દ્વારા કેમેરા રાખવામાં આવ્યાં છે પંરતુ તે ખરાબ થઇ ગયા હોવાથી રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું ન હતું. જેથી કેમેરા બે દિવસથી બંધ હાલતમાં હતાં. તો એક જ અઠવાડિયામાં મોટી લૂંટની આ બીજી ધટના બનતાં સમગ્ર શહરેમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં મોરબી પોલિસના એસ.પી., ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને અલગઅલગ દિશામાં તપાસ હાથ ધરી છે.