ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં ૧૭ ધન્વન્તરી રથ કાર્યરત - Dhanvantri Rath

કોરોના મહામારીના કેસોમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તબીબી તંત્ર કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા એક પ્રયાસ તરીકે મોરબી જિલ્લા પ્રશાસને પણ પગલાંએ લેતાં 17 ધન્વંતરી રથ કાર્યરત કર્યાં છે. ધન્વંતરી રથ અંતરિયાળ વિસ્તારોમાં ફરીને સંભવિત કોરોના દર્દીઓની તપાસ અને સેમ્પલિંગ અને રીફર કરવાનું મહત્ત્વની કામગીરી કરી રહ્યાં છે.

મોરબી જિલ્લામાં ૧૭ ધન્વન્તરી રથ કાર્યરત
મોરબી જિલ્લામાં ૧૭ ધન્વન્તરી રથ કાર્યરત

By

Published : Jul 15, 2020, 5:01 PM IST

મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોના અનુસંધાને જુદા જુદા તાલુકામાં કુલ 17 ધન્વન્તરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે. મોરબી તાલુકામાં 6, માળીયા તાલુકામાં 1, વાંકાનેરમાં 5 અને ટંકારા તાલુકામાં 2 તેમજ હળવદ તાલુકામાં 3 ધન્વન્તરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે.

મોરબી જિલ્લામાં ૧૭ ધન્વન્તરી રથ કાર્યરત

આ ધન્વન્તરી રથ ખાસ કરીને શહેરના જુદા જૂદા હોટસ્પોટ તેમ જ અન્ય વિસ્તારોમાં તથા દુર્ગમ વિસ્તારમાં ફરી સ્થળ પર જ જરૂરિયાત મુજબના દર્દીને તપાસ, સારવાર અને કોરોના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિને સેમ્પલ આપવા અર્થે રીફર કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધે તેવા આયુર્વેદિક ઉપચારથી સારવાર સહિતની કામગીરી કરી રહ્યાં છે. ધન્વન્તરી રથ દ્વારા મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ ૩૨૯ તાવના કેસ, ૮૦૭ કફ અને શરદી તેમજ અન્ય દર્દીઓ સહિત કુલ ૧૦,૧૧૩ દર્દીને સારવાર આપી ચુકેલ છે અને તે પૈકીના ૫ કેસને રીફર કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details