મોરબી: જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામે દિનેશ કાસુન્દ્રાના મકાનમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા દિનેશ કાસુન્દ્રા, પ્રકાશ કાસુન્દ્રા, વિપુલ કાનાણી, પ્રકાશ જીવાણી, વિજય જીવાણી, વિવેક કાસુન્દ્રા, મનોજ કાસુન્દ્રા, કૌશિક જીવાણી અને દીપક કાસુન્દ્રાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 84,200, 10 મોબાઈલ કિંમત 45,500, 2 મોટરસાયકલ કિંમત 30,000 અને સ્વીફ્ટ કાર કીમત 2 લાખ સહીત કુલ રૂપિયા 3,59,700 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જિલ્લામાં ત્રણ સ્થળે જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી જિલ્લામાં ટંકારાના ઘુનડા ગામે મકાનમાં જુગાર રમતા નવ ઝડપાયા હતા. ત્યારે, બીજી બાજુ વાંકાનેર પોલીસે હસનપર ગામે જુગાર રમતા પાંચ ઝડપ્યા હતા તેમજ મોરબીના શકત શનાળા ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લમાં ત્રણ સ્થળે જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓ ઝડપાયા
જ્યારે વાંકાનેરના હસનપર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા આદમ દલ, ઓસમાણ દલ, અનીલ મીણીયા, ધર્મેશ પનારા અને ધીરૂ કોળી, પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 11,450 જપ્ત કર્યા હતા.મોરબીના શકત શનાળા ગામે જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કરીને જુગાર રમતા નરશી આંબલીયા, રાજુ સોલંકી અને ભૂપત સોલંકી, આ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 2,630 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.