ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં 15.80 લાખની લૂંટ કરનારા ત્રણ લૂંટારુ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી બાઈક પર આવેલા 2 ઈસમો રૂપિયા 15.80 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે તપાસ ચલાવતા LCB ટીમે ત્રણ ઈસમોને ઝડપી લઈને લૂંટમાં ગયેલી રકમ પૈકી 10 લાખની રકમ અને ગુનામાં વપરાયેલું બાઈક જપ્ત કર્યું છે.

15.80 lakh rupees robbed of in Morbi,  3 robbers were arrested
મોરબીના 15.80 લાખની લૂંટ, ત્રણ ઝડપાયા લૂંટારૂ જબ્બે

By

Published : Mar 23, 2020, 11:06 PM IST

Updated : Mar 23, 2020, 11:26 PM IST

મોરબીઃ શહેરના વાવડી રોડ પર પ્લેટિના સિરામિકના ભાગીદાર હિતેશભાઈ સરડવા તા. 25-02ના રોજ પોતાની કાર લઈને ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન 2 અજાણ્યા ઈસમો મોટરસાઈકલ પર આવી હિતેશભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટીને તેમને ધોકો મારી તેની પાસેથી રોકડ રકમ રૂ 15.80 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

15.80 લાખની લૂંટ, ત્રણ ઝડપાયા લૂંટારૂ જબ્બે

આ બનાવ LCB ક્રાઈમની ટીમ ભેદ ઉકેલવા કાર્યરત થઈ હતી. LCB ટીમને આરોપીઓ તેમના વતન રાધનપુર નાસી ગયા હોવાની બાતમી મળી હતી. આરોપીઓ પર બે દિવસ સુધી સતત વોચ રાખવામાં આવી હતી અને ગુનો આચરનારા ઈસમોની ઓળખ કરાઈ હતી. આ ત્રણેય આરોપી સોમવારે મોરબી આઈટીઆઈ પાછળ, સિલ્વર પાર્ક સોસાયટી પોતાના ઘરે આવવાના હોવાની બાતની મળી હતી. જેથી LCB અને A ડિવિઝન ટીમે વોચ ગોઠવી આરોપી ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડાભાઈ દિલેસા રહે બંને રાધનપુર જિ. પાટણ અને ચંદુભાઈ ઉર્ફે ચનો મોહન ભિલોટા રહે સોલૈયા તા. માણાસા ગાંધીનગર મૂળ રાધનપુર વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલા પૈકી 10 લાખની રોકડ, હોન્ડા સહીત કુલ રૂ 10,70,000 નો મુદામાલ જપ્ત કર્યો છે.

લૂંટના ગુનામાં ઝડપાયેલા ત્રણ પૈકી એક ઈસમ ભોગ બનનારા ઉદ્યોગપતિની જ પ્લેટિના સિરામિક જ્યારે અન્ય બે નજીકની ફેક્ટરીમાં નોકરી કરતા હતા. આ ઈસમોએ માહિતી મેળવી રોકડ રકમની હેરાફેરી થતી હોવાની માહિતીને પગલે આ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.

Last Updated : Mar 23, 2020, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details