ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વિસ્ફોટ, મોરબી જિલ્લામાં નવા 14 કેસ નોંધાયા, 2ના મોત - COVID19 survey

મોરબી જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે.મોરબી શહેર,તાલુકા ઉપરાંત માળિયા અને હળવદમાં કોરોનાના વધુ 14 કેસ નોંધાયા છે. તો વધુ બે કોરોના દર્દીના મોત થતા જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 19 દર્દીના મોત થયા છે

MORBI
MORBI

By

Published : Jul 28, 2020, 10:01 AM IST

મોરબી : જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. જેમાં માળીયા તાલુકામાં પ્રથમ કેસમાં વેણાસર ગામનો 16 વર્ષનો સગીર, મોરબીના પંચાસર રોડ પરના ન્યુ જનકના 80 વર્ષના મહિલા, શકત શનાળાના 33 વર્ષના મહિલા, હળવદના ભીડ ભંજન મંદિરના 54 વર્ષના પુરુષ, હલ્વડા ગિરનારીનગરના 28 વર્ષના યુવાન, વાંકાનેરના હસનપરના રહેવાસી 54 વર્ષના પુરુષ, હળવદ ગિરનારીનગરના 50 વર્ષના મહિલા, મોરબીના વાવડી રોડ મારૂતિનગરના રહેવાસી 35 વર્ષના પુરુષ,

મોરબી જિલ્લામાં નવા 14 કેસ નોંધાયા

મોરબીના ખરેડા ગામના 62 વર્ષના પુરુષ, મોરબીના કાયાજી પ્લોટના રહેવાસી 18 વર્ષની મહિલા, 20 વર્ષના પુરુષ, મોરબીના કાંતિપુર (બગથળા)ના 24 વર્ષના પુરુષ, મોરબીના રવાપર રોડ શ્રી રામનિવાસ હરિહર નગર 2ના રહેવાસી 38 વર્ષના પુરુષ અને મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના 46 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

મોરબી જિલ્લાના બે દર્દીના મોત થયા છે. જેમાં લીલાપર રોડ પાસે રહેતા 55 વર્ષના પુરુષ અને વાંકાનેરના હસનપર ગામના રહેવાસી 54 વર્ષના પુરુષના 2લોકોના મોત થયા છે. મોરબી જિલ્લામાં કુલ કેસનો આંક 257 થયો છે. જેમાં 90 એક્ટીવ કેસ છે. તો 148 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે જિલ્લામાં કુલ 19 દર્દીના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details