મોરબીઃ જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસો નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ કોરોના સંક્રમિત કુલ આંક 450 થયો છે.
મોરબી જિલ્લામાં કોરોનાના 13 નવા કેસ, 15 દર્દીઓ સ્વસ્થ થયા - કોરોના વાઇરસ ન્યૂઝ
સમગ્ર રાજ્યમાં કોરોનાના કહેરમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. જિલ્લામાં વધુ 12 કેસ નોંધાયા છે, જ્યારે 15 દર્દીએ કોરોનાને માત આપી છે.
આ નવા કેસોમાં મોરબીના વાઘપરા શેરી નં 09 માં રહેતા 50 વર્ષના મહિલા, વાવડી રોડ સોમૈયા સોસાયટીના રહેવાસી 42 વર્ષના પુરુષ, મોરબીના શક્તિ પ્લોટ મહાવીર પેલેસના રહેવાસી 41 વર્ષના પુરુષ, શક્તિ પ્લોટ 2 માં રહેતા 39 વર્ષના પુરુષ, મોરબીના 31 વર્ષના પુરુષ, પારેખ શેઈરના 50 વર્ષીય પુરુષ, કુબેરબાગના 67 વર્ષની મહિલા, ઓમ પાર્કના 55 વર્ષીય મહિલા, રોયલ પાર્ક નવલખી રોડના 60 વર્ષના મહિલા, વાંકાનેરના હસનપરના રહેવાસી 28 વર્ષીય મહિલા, મોરબીના વજેપર 12માં રહેતા 32 વર્ષના પુરુષ, ઋષભનગર મોરબી-2 માં રહેતા 89 વર્ષના પુરુષ અને વસંત પ્લોટ જયદીપ પાઉભાજી વાળી શેરીમાં રહેતા 64 વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત વધુ 15 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને નવા 13 કેસો સાથે કુલ કેસનો આંક 450 થયો છે. જેમાં 153 એક્ટિવ કેસ, 263 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે કુલ 34 દર્દીના કોરોનાને પગલે મોત થયા છે.