ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ, 2ના મોત - કોરોના સમાચાર

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, તો માળિયા તાલુકો કોરોના મુક્ત બન્યા બાદ ફરી 1 કેસ નોંધાયો છે. મોરબી જિલ્લામાં વધુ 12 કેસ નોંધાયા છે, તો વળી 2 દર્દીના મોત પણ થયાં છે.

morbi
મોરબી

By

Published : Aug 3, 2020, 11:21 AM IST

મોરબી: મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, તો માળિયા તાલુકો કોરોના મુક્ત બન્યા બાદ ફરી 1 કેસ નોંધાયો છે. મોરબી જિલ્લામાં વધુ 12 કેસ નોંધાયા છે, તો વળી 2 દર્દીના મોત પણ થયાં છે.

જિલ્લાની રવાપર રેસીડેન્સીના રહેવાસી 65 વર્ષના પુરુષ, માળીયાના કુંતાસીના 60 વર્ષના વૃદ્ધા, મોરબીના વજેપરના 80 વર્ષના વૃદ્ધા, મોરબીની સારસ્વત સોસાયટીના 42 વર્ષના પુરુષ, ફાયર બ્રિગેડ પ્રફુલ ભજીયાવાળી શેરીના 64 વર્ષના પુરુષ, નાગર પ્લોટ મંગલ ભુવનના 63 વર્ષના પુરુષ, હળવદના ચરાડવાના 23 વર્ષના પુરુષ, વાંકાનેરના રહેવાસી 13 વર્ષનો સગીર, 43 વર્ષના પુરુષ, મોરબીના એવન્યુ પાર્ક શેરી નં 01 ના 38 વર્ષના પુરુષ, હાઉસિંગ બોર્ડ પેટ્રોલ પંપવાળી શેરીની 18 વર્ષની યુવતી અને કાલિકા પ્લોટ 8ના 58 વર્ષના પુરુષ એમ મળીને 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

જ્યારે વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 02 દર્દીના મોત થયા છે. જેમાં મોરબીના કાલિકા પ્લોટ શિવ સોસાયટીના 48 વર્ષના પુરુષનો ગત 29 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રવાપર રેસીડેન્સીના 58 વર્ષના પુરુષનો રિપોર્ટ ગત 01 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. જે બંને દર્દીના મૃત્યુ થયા છે.

હવે જિલ્લામાં વધુ 12 કેસો સાથે કુલ કેસનો આંક 369 થયો છે. જેમાં 139 એક્ટિવ કેસ, 206 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે કુલ 24 દર્દીના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details