મોરબી: જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સૂચનાથી પોલીસ સ્ટાફ ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયાને મળેલી બાતમીના આધારે મકનસર, ગોકુલનગર વિસ્તારમાં રહેતા રસિકભાઈ રતીલાલ રબારીના રહેણાંક મક્નામાં બહારથી માણસો બોલાવી જૂગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જૂગાર રમી રહેલા રસિક ચાવડા, નાજા રાઠોડ, ભગવાનજીભાઈ રબારી, દિલીપ લાઠીયા અને દીપકભાઈ ગોહેલને રોકડ રકમ રૂ.92,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકડાઉનમાં મોરબી જિલ્લામાં બે સ્થળે જૂગાર રમતા 12 લોકો ઝડપાયા
મોરબી જિલ્લા પોલીસે બે સ્થળે જૂગાર રમતા 12 પત્તા પ્રેમીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર.જે ચૌધરી અને પીએસઆઈ બી.ડી પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માધવ ગૌશાળા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રવુભા બનુભા ઝાલા, સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા, કેવલભાઈ ધનજીભાઈ મોરડિયા, જીવાભાઈ ગોવિંદભાઈ મોરી, પરેશભાઈ મનજીભાઈ રાંકજા, ધર્મેન્દ્રભાઈ કાનાભાઈ જારીયા અને મનોજ ચુનીલાલ ઠાકર રહે બધા મોરબીવાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ 59,100 ની રોકડ જપ્ત કરી છે.