મોરબી: જિલ્લામાં માત્ર શ્રાવણ માસ જ નહીં, પરંતુ બારે માસ જુગારની મોસમ જોવા મળે છે. જેમાં ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં દીપક રાણાભાઇ ઝાપડાની વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમે છે. જે બાતમીને આધારે જિલ્લા એસપી એસ.આર.ઓડેદરા અને DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો.
ટંકારાના છતર ગામની સીમમાં જુગાર રમતા 10 લોકો ઝડપાયા
ટંકારાના છતર ગામની સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓને ઝડપી રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ 1.76 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ટંકારાના છતર ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 ઝડપાયા
જેમાં જુગાર રમતા દીપક રાણાભાઇ ઝાપડા, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, મનીષ મોહનભાઈ આડેસરા , જયેશ માનસંગ વાવેસા, જયંતી પ્રેમજી જાવિયા, જગદીશ ગંગારામ જીવાણી, દિલીપ માણંદ પરમાર, અશોક મોહન જીવાણી, રોહિત વાસુર બસીયા અને ભક્તિ જયંતી રાજગોરને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 1,32,700 અને 07 મોબાઈલ કિંમત રૂપિયા 43,500 સહિત કુલ રૂપિયા 1,76,200ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.