- મોરબી LCB અને વાંકાનેર પોલીસના સંયુક્ત દરોડા
- જાહેરમાં જુગાર રમતા 10 આરોપીની ધરપકડ કરાઈ
- પોલીસે 80,00થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
મોરબીઃ જિલ્લામાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટંકારાના નેસડાથી ઘુનડા જવાના રસ્તે આવેલી ખેત તલાવડીમાં જુગાર રમાતા હોવાની પોલીસને બાતમી મળી હતી. એટલે પોલીસે તે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા નીલેશ માવજીભાઈ ભાડજા (રહે. ઉમિયાનગર, ટંકારા), દામજી થોભણભાઈ બારૈયા (રહે. નાના ખીજડિયા, ટંકારા), હરજીવન રાઘવજીભાઈ વડાવિયા (રહે. રાજપર, મોરબી) અને મનોજ અમરસીભાઈ સુવારિયા (રહે. શકત શનાળા, મોરબી) એમ 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રોકડ રકમ 71,600 રૂપિયા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃમોડાસામાં ચણા અને એરંડાના 700 કટ્ટાની ચોરી કરનાર વેપારી પુત્ર સહિત 6ની ધરપકડ
વાંકાનેરના જાંબુડિયા પાટિયા પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
તો બીજી તરફ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસે જાંબુડિયા ગામના પાટિયા પાસે ખરાબામાં દરોડા પાડ્યા હતા. અહીં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમતા હતા. પોલીસે અનીલ સલીમ પંજવાણી, હુશેનશા ઈસ્માઈલશા શાહમદાર, વિપુલ રમેશભાઈ ચૌહાણ, હિરેન ભીખાભાઈ માણેક, વિકી રમેશભાઈ અઘારા અને સાગર સામજીભાઈ સોલંકી એમ 6 જુગારીઓની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી 10,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.