મોરબી જિલ્લા SP ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને DYSP બંન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળીયા PSI જે. ડી. ઝાલાની ટીમના પરાક્રમસિંહ ઝાલા, લાલભા ચૌહાણ, રણજીતસિંહ રાઠોડ અને વિનુભાઈ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી
મોરબીમાં દેશી બનાવટની બંદૂક સાથે આરોપીની કરાઈ અટકાત
મોરબી: લોકસભા ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા મથામણ કરવામાં આવી રહી છે. જેમાં માળીયા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દેશી હાથ બનાવટની બંદુક સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મોરબીમાં આરોપીની કરાઈ અટકાત
આ દરમિયાન બાતમીને આધારે ખાખરેચી ગામના હરીજન વાસ પાસે રહેતા બેચર વડદોડીયાના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દેશી બનાવટની બંદુક મળી આવી હતી. દેશી બંદૂક સહિત એક આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.