નાણાના કાળા વેપારનો કારોબાર પુરજોશમાં વધી રહ્યો છે. ત્યારે દિનપ્રતિ દિન આપધાતના કિસ્સા સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં શ્રમજીવીઓ અને વેપારી-ધંધાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. મહેસાણા પીલાજી ગંજ વિસ્તરમાં આનંદ બ્યુટી પાર્લર ચલાવતા યુવકે પોતાના પાર્લરમાં જ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો છે. જેની જાણ થતા મૃતક યુવકનો પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવકે આપઘાત પહેલા પોતાના પિતાને ફોન પર વ્યાજખોરીના ત્રાસથી યુવક આપઘાત કરવા મજબૂર થયો હોવાનું ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી બ્યુટી મેકરે કર્યો આપધાત - gujarat
મહેસાણા: જિલ્લામાં કાળા નાણાના વેપારનો કારોબાર પૂરજોશમાં ધમધમી રહ્યો છે. ત્યારે કાયદાઓ અને નિયમો વિરુદ્ધ ચાલતા આવા કાળા કારોબારથી નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. કાંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારમાં વ્યાજ ખોરના કાળા કારોબારે એક યુવકનો જીવ લીધો છે.
મૃતકના પરિવાર જનોના જણાવ્યા અનુસાર મૃતક અમિત નાઈ પર કોઈ વ્યાજખોરોના ફોન અને ધમકી આવતી હતી. જેને પગલે એક વર્ષ પહેલા પણ પોલીસની મદદ માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ પગલાં ભર્યા ન હતા. વ્યાજ ખોરો બેફામ બની વધુ ધમકીઓ આપતા અંતે મૃતક અમિત આપઘાત કર્યો હોવાનો આરોપ વ્યાજખોરો સામે લગાવવામાં આવ્યો છે. પરિવારે યોગ્ય ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
આ સમગ્ર મામલાને પોલીસ તંત્રના સુરક્ષા સલામતી અને શાંતિના દાવાકાવા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં નાણાંકીય વ્યવહારોના કાળા બજારનો અંત ક્યારે આવે છે. તે તો જોવાનું રહ્યું...!