ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા યુવકની કરાઈ ધરપકડ - The event of self-immolation in Mehsana

મહેસાણાઃ જિલ્લામાં વધુ એક આત્મવિલોપનની ઘટના સામે આવી છે. અમદાવાદના પંથકમાં રહેતો યુવક છેલ્લા કેટલાંક સમયથી ભ્રષ્ટાચારની સમસ્યા સામે લડી રહ્યો હતો. તેને ન્યાય મેળવવા માટે અનેક રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતા તેને મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કરવાનું નક્કી કર્યુ હતું. જેની જાણ પોલીસને  તેમણે ઘટનાસ્થળે પહોંચી યુવકની અટકાયત કરી હતી.

mahesana
મહેસાણા

By

Published : Jan 8, 2020, 6:45 PM IST

અમદાવાદ પંથકમાં આવેલા રામપુરા-ભંકોડા ગામના કનુ સુમેશમરા નામના વ્યક્તિએ ગામમાં ભ્રષ્ટાટાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ન્યાય મેળવવા માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતાં. પરંતુ તેમણે અનેક રજૂઆત છતાં કોઈ ન્યાય મળ્યો નહોતો. જેથી તેને રાજ્યમાં કોઈ પણ કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે તે યુવકે 8 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લા કલેક્ટર બહાર આત્મવિલોપન કરવાનું નક્કી કર્યુ હતું.

કલેકટર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા યુવકની કરાઈ ધરપકડ

આ વાતની જાણ મહેસાણા પોલીસને અગાઉથી થઈ ગઈ હતી. જેથી પોલીસે યુવકને કલેક્ટર કચરી પહોંચે તે પહેલા તેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details