મહેસાણા: કડી તાલુકાના રંગપુરડા ગામ નજીકથી પસાર થતી અને સૌરાષ્ટ્ર બાજુ જતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક મૃતદેહ તરતો દેખાતા પોલીસે તરવૈયાઓની મદદ લઈ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે કેનાલમાંથી મળી આવેલા મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા તે 18 વર્ષીય કોઈ અજાણી યુવતીનો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે યુવતીના મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
કડી નજીક નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમીના મૃતદેહની શોધખોળ શરૂ - Narmada Canal news
મહેસાણાના કડી રંગપુરડાની નર્મદા કેનાલમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજી તરફ કેનાલમાં એક પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો, પરંતુ તરવૈયાઓ મૃતદેહ બહાર કાઢે તે પહેલા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે જહેમત બાદ પણ તે મળી આવ્યો નથી.
કડી રંગપુરડાની
બીજી તરફ બપોર બાદ આજ નર્મદા કેનાલમાં એક પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જો કે, તરવૈયાઓ મૃતદેહ બહાર કાઢે તે પહેલા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંતે ભારે જહેમત બાદ પણ મૃતદેહ મળી આવ્યો નથી.
જો કે, સમગ્ર ઘટનામાં મૃતક યુવતી કડીની રહેવાસી હોવાનું અને પ્રેમી સાથે ઓણીમાં પડી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ બાદ સત્ય પ્રકાશમાં આવશે.