શબ્દ, સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઉભેલા લોકલાડીલા કલાકાર એવા યોગેશ ગઢવીએ રાજ્યમાં યોજનારી વિધાનસભા પેટાચૂંટણીઓ પૈકીની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચારમાં પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ખેરાલુ પેટાચૂંટણી: કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો - ખેરાલુ પેટાચૂંટણી
મહેસાણા: ખેરાલુ બેઠક પર આગામી 21 તારીખે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારો હાલ તડામાર તૈયારી સાથે પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ જાહેરસભામાં લોક કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
![ખેરાલુ પેટાચૂંટણી: કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4760810-thumbnail-3x2-l.jpg)
Yogesh Gadhvi joined the BJP campaign
ખેરાલુ પેટાચૂંટણી: કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો
સામાન્ય રીતે એક કલાકર પોતાની કલાથી શ્રોતાઓમાં લોકપ્રિય હોય જ છે, અને માટે જ યોગેશ ગઢવી પણ આજે ભાજપ તરફી મતદાન કરાવાના આશય સાથે પ્રચારમાં જોડાયા હતા. અહીં પોતાના ભાષણમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યોગેશ ગઢવીએ અહીં આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં ભાજપ ફરી એક વાર જીતશે.
Last Updated : Oct 16, 2019, 4:51 AM IST