મહેસાણા જિલ્લામાં આવેલ સૂર્ય મંદિરએ પ્રાચીન ઇતિહાસ અને વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જ્યાં સૂર્યદેવના મંદિરે સૂર્યના પ્રથમ કિરણોથી પ્રકૃતિ ખીલી ઉઠે છે. આજે સૂર્યમંદિર આગળ આવેલ સૂર્યકુંડ પર અંદાજે 800 યોગકર્તાઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરમાં કરાઈ યોગ દિવસની ઉજવણી - gujarat
મહેસાણા : શહેરના મોઢેરા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને કારણે નજારો એટલો અદ્ભૂત બન્યો હતો કે, આ સૂર્યમંદિરને ચાર ચાંદ લાગ્યા હતાં.
મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરમાં કરાઈ યોગ દિવસની ઉજવણી
સામુહિક રીતે વિવિધ યોગાસનોની હારમાળાએ સૂર્યમંદિરે આકર્ષક નયનરમીય નજારો જોવા મળ્યો હતો. આ યોગાસનો દ્વારા થતા આરોગ્ય હિત અને સારા સ્વાસ્થ્યના સિંચન માટે જરૂરી કારણો યોગશિક્ષકો દ્વારા જ્ઞાન રૂપે પીરસવામાં આવ્યું હતુ.