ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં એન.કે ઇન્ડસ્ટ્રીઝના કામદારો પગાર વધારાની માંગ સાથે ઉતર્યા હડતાળ પર - kadi news

મહેસાણા જિલ્લાના કડી ખાતે એન.કે.ઇન્ડસ્ટ્રીના કામદારો અચાનક હડતાલ પર ઉતરી આવ્યાં હતા. કંપનીમાં દિવસ- રાત ફરજ બજાવતા 3000થી વધુ કામદારો કામથી અડગા રહ્યાં હતા. જેમાથી 200થી વધુ કામદારોએ કંપનીના મુખ્ય ગેટ ઉપર હોબાળો મચાવ્યો હતો.

એન.કે ઇન્ડસ્ટ્રીઝના કામદારો
એન.કે ઇન્ડસ્ટ્રીઝના કામદારો

By

Published : Jan 11, 2021, 2:55 PM IST

Updated : Jan 11, 2021, 3:17 PM IST

  • કડીમાં NK ઇન્ડસ્ટ્રીઝના કામદારોનો હોબાળો
  • પગાર વધારાના મામલે ઉતર્યા હડતાળ પર
  • 3000થી વધુ કામદારો કામથી અડગા રહ્યા

મહેસાણાઃ જિલ્લાના કડી ખાતે એન.કે.ઇન્ડસ્ટ્રીના કામદારો અચાનક હડતાલ પર ઉતરી આવ્યાં હતા. કામદારોને છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો ન મળ્યો હોવાથી તેમની પગાર વધારાની માંગને લઇને અચોક્સ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી આવ્યાં હતા. મોટી સંખ્યામાં કામદારો હડતાલ પર ઉતરતા કડી પોલીસ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો.

એન.કે ઇન્ડસ્ટ્રીઝના કામદારો

વેતન વધારાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા

કર્મચારીઓના જણાવ્યાં અનુસાર છેલ્લા 3 વર્ષથી પગાર વધારો આપવામાં આવ્યો નથી. જેથી તેઓ લડત પર બેઠા છે. જ્યાં સુધી વધારો નહીં મળે ત્યાં સુધી તેઓ અંદર નહીં જાય અને ફેક્ટરીનું કામકાજ ચાલુ નહીં કરે. આ મહિને પગાર વધારો આપવાની વાત કરી હતી, પરંતુ પગાર વધારો આવ્યો ન હતો તો એગ્રીમેન્ટ કરવાની વાતો કર્યા બાદ કોઈ એગ્રીમેન્ટ ન કરતા હોવાથી આ કર્મચારીઓ સ્ટ્રાઈક પર ઉતરી આવ્યાં છે.

કડીમાં એન.કે ઇન્ડસ્ટ્રીઝના કામદારો પગાર વધારાની માંગ સાથે ઉતર્યા હડતાળ પર
Last Updated : Jan 11, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details