મહેસાણા: જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા રાંતેજ રામપુરા ઝીંઝુવાડા માઇનોર કેનાલમાંથી અજાણી મહિલાની પાણીમાં તરતી હાલતમાં મૃૃૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ બેચરાજી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓની મદદ લઇ મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી હતી.
મહેસાણાના ઝીંઝુવાડા માઇનોર કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો - Woman's body found in Mehsana
મહેસાણા જિલ્લાના રાંતેજ રામપુરા પાસે આવેલા ઝીંઝુવાડા માઇનોર કેનાલમાંથી અજાણી મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાને હાથમાં દોરી અને પથ્થર બાંધેલી હાલત મૃૃૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઉંમર અંદાજે 35 વર્ષ હોવાનું અનુમાન છે. મહિલાની હત્યાના ઇરાદે કેનાલમાં નાખી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું હતું. બેચરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કેનાલમાંથી બહાર કાઢેલા મહિલાના મૃતદેહને જોતા તેના બન્ને હાથ દોરડાથી બાંધી પથ્થરનું વજન લટકાવી મહિલાને કેનાલના પાણીમાં હત્યાના ઇરાદે ફેંકી દેવાઈ હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું હતું. તો મહિલાનો મૃતદેહ લાંબો સમય પાણીમાં પડી રહેતા ચહેરો અને શરીરના અન્ય ભાગની હાલત કફોડી બની હતી. જેથી મહિલાની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. જોકે મહિલાના ડાબા હાથ પર અંગ્રેજીમાં PL લખેલું લખાણ જોવા મળતા બેચરાજી પોલીસે મૃતદેહનું પીએમ કરાવી નિશાનીઓ આધારે મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનામાં મહિલાનું મોત શંકાસ્પદ હોવાથી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ત્યારે મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ મહિલાના મોતનું જવાબદાર કારણ સામે આવી શકે તેમ છે.