ગુજરાત

gujarat

ETV Bharat / state

મિયાવાકી પદ્ધતિ થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવવાનો નવતર પ્રયોગ - Mehsana district would become green

જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીના નામ પરથી પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિ થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવવાની દિશામાં સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ દવે, જિલ્લા વન અધિકારી રેણુકાબેન દેસાઇ દ્વારા મીનવન દત્તક લઇ તેના રોપાઓના ઉછેર અને જતન માટે કટિબદ્ધ બન્યા છે.

મિયાવાકી પધ્ધતિ થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવવાનો નવતર પ્રયોગ
મિયાવાકી પધ્ધતિ થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવવાનો નવતર પ્રયોગ

By

Published : Jul 14, 2020, 10:36 PM IST

મહેસાણા: મહેસાણા શહેરમાં સાંસદ શારદાબેન પટેલની કચેરીના કેમ્પસમાં મિયાવાકી પદ્ધતિ વડે વૃક્ષોનું વાવેતર કરી સાંસદ, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને વનઅધિકારી દ્વારા મીનીવન દત્તક લઇ રોપા ઉછેરની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

આ પ્રસંગે મીનીવન વાવેતરમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મિયાવાકી પધ્ધતિ થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવવાનો નવતર પ્રયોગ

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં મિયાવાકી પદ્ધતિ થકી અંદાજીત 979.05 હેક્ટર જમીનમાં અંદાજીત 7,98,215 રોપાઓનું વાવેતર થનાર છે. જિલ્લાના દશ તાલુકાઓમાં જાપાની વનસ્પતિશાસ્રી અકીરા મિયાવકી દ્વારા પ્રેરીત પદ્ધતિથી બ્લોક પ્લાન્ટેશન, બોર્ડર પ્લાન્ટેશન, રોડ-કેનાલ સાઇડ પ્લાન્ટેશન અને બાગાયત થકી વાવેતર થઇ રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું નિર્માણ થાય અને સાથે સાથે જિલ્લો પણ વૃક્ષોના વાવેતર થકી હરિયાળો બને તે દિશામાં જિલ્લામાં અંદાજીત 8 લાખ જેટલા રોપાઓનું વાવેતર થનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામિણ ક્ષેત્રોમાં નક્કી કરેલા સ્થળોએ આ રોપાઓનું વાવેતર થઇ રહેલું છે. આ સમગ્ર કાર્ય મનરેગા થકી થનાર હોઇ ગ્રામ્યક્ષેત્રોમાં રોજગારીનું પણ નિર્માણ થયું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મહુલ દવેએ જણાવ્યું હતું કે, મિયાવકી પદ્ધતિ થકી છોડની વૃદ્ધિ 10 ગણી ઝડપી થાય છે અને ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે જેનો સીધો ફાયદો મળે છે. આ પદ્ધતિ થકી છોડ 2થી 3 વર્ષ નીંદણ મુક્ત રાખવાનો હોય છે ત્યારબાદ નીંદણ વૃદ્ધિ પણ બંધ થઇ જાય છે.

ગાઢ સ્થાનિક જંગલો બનાવવામાં મદદરૂપ આ પદ્ધતિના ઉપયોગ થકી મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં હરિયાળી ક્ષેત્રે કાંતિ આવનાર છે.

મિયાવાકી પદ્ધતિ એ જંગલ ઉછેર કરવાની તકનીક છે. જે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત છે. ગાઢ જંગલો બનાવવામાં મદદરૂપ અભિગમ થકી છોડની વૃદ્ધિને 10 ગણી ઝડપી બનાવે છે અને પ્રથમ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે.

આ પદ્ધતિ થકી મીની વન બનાવવા માટે છ પગલાં અતિ આવશ્યક છે. જેમાં જમીનની જગ્યા, પ્રકાર અને બાયોમાસની માત્રા નક્કી કરવી, વૃક્ષારોપણ માટે વૃક્ષ પ્રજાતિઓ પસંદ કરવી, વન ડિઝાઇન, વિસ્તારની તૈયારી, વૃક્ષો રોપવા, ત્રણ વર્ષ જંગલની સંભાળ રાખવાના જેવા પગલાં થકી મહેસાણા જિલ્લો પ્રાકૃતિક જિલ્લો બનવા જઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details