- શિયાળો એટલે ફુલગુલાબી ઠંડીની ઋતું
- વિસનગરનું ખ્યાતનામ કચરિયું દેશ-વિદેશમાં નિકાસ
- કચરિયા શિયાળાની ખાસ વાનગી
- આરોગ્ય વર્ધક કહેવાય છે કચ્ચરિયા પાક
મહેસાણાઃભારત એ પ્રકૃતિના વારસા થી ભરપૂર દેશ છે અને અહીં અનેક પ્રકારની સિઝન અને ઔષધી પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત છે ત્યારે શિયાળાની( Winter season food )સીઝનમાં ETV Bharat ગુજરાતની સ્વાદપ્રેમી જનતા માટે લાવ્યું છે. આહ સ્વાદ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જેમાં આજે અમે આપને ચસ્કો લાગવશું આરોગ્યવર્ધક ગણાતા અને વિસનગર થી પ્રખ્યાત થયેલા કચરિયાનો (Visnagar Famous Kacharia )પાક છેે.
કચરિયું દેશ વિદેશ સુધી મોકલવામાં આવે છે
સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં ઠંડીનો ( Winter season food )સામનો કરવો ખૂબ મુશ્કેલ બનતો હોય છે ત્યારે આ ઠંડીમાં ટકી રહેવા વર્ષો થી શિયાળુ પાકનું સેવન કરવામાં આવી રહ્યું છે જે ઠંડી સામે રક્ષણ અપાવે છે. ત્યારે આ શિયાળુ પાકમાં મહત્વનું ગણાતા અને સ્વાદનો ચસ્કો એવા કચરિયા પાકની વાત કરીએ તો વિસનગરમાં કાળા અને ધોળા તલનું કચરિયું બનવવામાં આવે છે. જે માટે શહેરમાં શિયાળો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર તેલઘાણીના સ્ટોલ લાગી જતા હોય છે અહીં રોજ બરોજ હજારો કિલો તલ પીસી તેમાં થી વિવિધ પ્રકારનું કચ્ચરિયું બનવવામાં આવે છે જે કચ્ચરિયું દેશ વિદેશ સુધી મોકલવામાં આવે છે.
કચરિયું અનેક ગણું પોષણકારી અને ગુણકારી
વાત કરીએ કચરિયા પાકનાની(Winter dish Kachharia) પસંદ અમે તેના સેવનની તો અહીં આવતા ગ્રાહકો પોતે શિયાળામાં કચરિયાનું સેવન(Visnagar Famous Kachharia ) કરી ઠંડી સામે રક્ષણ મેળવે છે સાથે જ આરોગ્ય માટે રક્ષા કવચ પૂરું પડતા આ કચરિયા અનેક ગણું પોષણકારી અને ગુણકારી હોવાનું માની રહ્યા છે.
ગ્રાહકોને શુદ્ધ કચરિયાનો સ્વાદ ખેંચી લાવે છે
વિસનગરમાં વર્ષો થી ઘાંચી પરિવારના સભ્યો તલને ઘાણીમાં પીસી કચ્ચરિયા પાક બનવતા હોય છે જે નજર સમક્ષ જ બનાવતા હોઈ અહીં આવતા ગ્રાહકોને શુદ્ધ કચરિયાનો સ્વાદ ખેંચી લાવે છે ત્યારે ના માત્ર સ્થાનિક પરંતુ બહારગામના ગ્રાહકો પણ અહીં થી મોટાપ્રમાણમાં કચરિયું લઈ જઈ પોતાના સગા સ્નેહી સબંધીઓને પહોંચાડે છે.
આવો જાણીએ આ સ્વાદિષ્ટ કચરિયાની બનાવટ અને સ્વાદનું રાજ!
આજે જ્યારે વિસનગરના સ્વાદિષ્ટ કચરિયાના આટલા વખાણ આ ગ્રાહકો કરી રહ્યા છે. ત્યારે સૌ કોઈને જાણવાનું મન થાય કે આખરે આ સ્વાદિષ્ટ કચરિયું બને છે કેમ તો કચ્ચરિયાની ઘાણી ચલાવતા કારીગરના જણાવ્યું અનુસાર ધોળા કે કાળા તલને પહેલા ઘાણીમાં નાખી પીસવામાં આવે છે જે બાદ તલનું તેલ નીકળી જાય પછી તેમાં કાળા કે ધોળા ગોળને પ્રમાણ સર નાખવામાં આવે છે અને જ્યારે તલ-ગોળ એક બીજામાં ભળી જાય બાદમાં સૂંઠ, ખસખસ અને ગંઠોડા જેવા ઔષધીય મસાલા પ્રમાણસર નાખવામાં આવે છે. આમ થોડીક વારમાં ઘાણીમાં નાખેલી બધીજ વસ્તુઓ પીસાઈ જતા કચરિયું તૈયાર થઈ જાય છે જે બાદ તેમાં ડ્રાયફ્રુટ, ચેરી, સહિતની ચીજ વસ્તુઓ નાખી સજાવટ કરવામાં આવે છે આમ લોકોનું સ્વાદપ્રિય કચ્ચરિયું તૈયાર થઈ જાય છે.
ચાલુ સીઝનમાંકચરિયાનો સ્વાદ ગ્રાહકોના ખિસ્સા પર કેવો છે
વિસનગરથી સ્વાદનો ચસ્કો(Delicious Kacharia of Visnagar) બનેલા કચરિયા પાકનું સામાન્ય રીતે દર શિયાળાની સીઝનમાં દેશ વિદેશ સુધી ધૂમ વેચાણ થતું હોય છે. જેમાં એક દુકાન પર થી 3 થી 4 લાખનું કચરિયું વેચાતું હોય છે ત્યારે કચ્ચરિયા માટે પ્રચલિત બનેલા વિસનગરમાં અંદાજે 20 કેટલી દુકાનોમાં 35 જેટલી તેલ ઘાણી ચાલતી હોઈ હજારો કિલો કચરિયાનું રોજ ઉત્પાદન થતું હોય છે. જોકે ચાલુ સીઝનમાં કચરિયા પાકના વેચાણમાં ક્યાંક કોરોના ગ્રહણ લાગ્યું હોય તેમ વેપારીઓ મંદીનો માહોલ અનુભવી રહ્યા છે તો આ વખતે કચરિયા 120 થી 180 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે જેમાં મહત્વની બાબત એ છે કે આ કચ્ચરિયાના વેપારમાં મહિલાઓ પોતે જાતે કાઉન્ટર સાંભળે છે.
આ પણ વાંચોઃ"ઉલટા ચોર કોટવાલ કો ડાંટે" વીજચોરી સર્ચ કરવા ગયેલા Torrent Power અને પોલીસની ટીમ પર પથ્થરમારો
આ પણ વાંચોઃગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું