ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં આવેલું છે અનોખું ચાંદણકી ગામ જ્યાં એક રસોડે જમે છે આખું ગામ

કહેવાય છે કે, ઘરડા ગાડા વાળે અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. મહેસાણા જિલ્લાના એક ગામમાં કે જ્યાં ગામમાં પ્રવેશતાની સાથે જ તમને માત્ર ઘરડા લોકો જ જોવા મળશે. આ ગામમાં માત્ર વૃધ્ધો જ વસે છે. લોકો આ ગામને અનોખું ગામ તરીકે ઓળખે છે. જોઈએ આ ખાસ અહેવાલમાં શું છે. આ અનોખા ગામની અનોખી વાતો અને વિશેષતા...

Etv Bharat, Gujarati News, Chandanki Village
ચાંદણકી ગામની વિશેષતા

By

Published : Nov 9, 2020, 12:06 PM IST

  • ચાંદણકી ગામમાં રહે છે માત્ર 100 જેટલા વૃધ્ધ વડીલો
  • ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે વૃદ્ધો
  • આઝાદીથી લઈને અત્યાર સુધી આ ગામમાં નથી યોજાઈ ચૂંટણી
  • ગામના પ્રવેશ દ્વારથી લઈને ઘર આંગણા સુધી આર.સી.સી.રોડ
  • 100% શૌચાલય 24 કલાક પાણી ખૂણે-ખૂણે સ્વચ્છતા છે ગામની શાન સુવિધા
  • એક જ રસોડે જમે છે આખું ગામ
  • 1300ની વસ્તીમાંથી 100 જણ જ રહે છે ગામમાં


મહેસાણાઃ અનોખું ગામ કે જ્યાં ખૂણે ખૂણે છે આર સી સી રોડ, જ્યાં છે 24 કલાક વીજળી અને પાણી, જ્યાં જોવા મળતા નથી મચ્છર, જ્યાં આઝાદી પછી હજુ સુધી કયારેય યોજાઈ નથી ચૂંટણી, જ્યાં છે 100 ટકા શૌચાલય અને સ્વચ્છતા ધરાવતું આ ગામ છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલુ ચાંદણકી ગામ આ ગામમાં 1300ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે.

મહેસાણા જિલ્લામાં આવેલું છે અનોખું ચાંદણકી ગામ જ્યાં એક રસોડે જમે છે આખું ગામ
આ વરિષ્ઠ વૃધ્ધોએ તો એવું આયોજન કરી દીધું કે, કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી અને સવાર-બપોર-સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા એ જાણીને નવાઈ લાગશે કે, દરરોજ 60 થી 100 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહીં. આ ગામની નોંધનીય બાબત એ છે કે, આ ગામમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી એટલે કે, આઝાદી પછીથી આજ દિન સુધી અહીની ગ્રામ પંચાયતની કયારેય ચૂંટણી યોજાઈ નથી. જેનો લાભ ગામના વિકાસ પરથી જોઈ શકાય છે. અહીં પાકા રસ્તા ગટર વીજળી પીવાના પાણીની સુવિધા છે. તો ચાંદણકી ગ્રામ પંચાયતે સમરસ મહિલા ગ્રામ પંચાયતનું બિરુદ પણ મેળવ્યું છે. આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી કે પછી પોતાના બાળકો સાથે નહીં રહેવાનો પણ વસવસો નથી. આ છે ગુજરાતનું અનોખું ગામ, આખું ગામ રોજ લે છે સામૂહિક ભોજનસામૂહિક ભોજન સમાન્ય રીતે કોઈ પ્રસંગમાં થતું હોઈ છે, પરંતુ મહેસાણા જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં રોજ સામૂહિક ભોજન યોજાય છે. બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામમાં સામૂહિક ભોજન કરતાં બપોર અને સાંજના સમયે ગામના દરેક લોકો સાથે જમે છે. સામૂહિક ભોજન માટે સમય પણ નક્કી હોય છે.આ ગામની વસ્તી

આ ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવાર રહે છે. જેની કુલ વસ્તી 1300ની છે, પરંતુ ધંધા રોજગાર અને નોકરીના કારણે મોટાભાગના લોકો ગામની બહાર રહે છે અને ગામમાં માત્ર 100 વૃદ્ધો જ રહે છે. જે ખેતી કરે છે. આવા સમયે જમવાની કોઈ તકલીફ ન પડે અને આખુ ગામ એક સાથે મળી જમે તે માટે સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો પણ તેનું જમાવાનું ગામના જ રસોડામાં થાય છે. આ ભોજનમાં સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે.

એક માત્ર ગામમાં સામૂહિક ભોજનલાય

ગુજરાતનું આ માત્ર એક જ એવું ગામ છે, જેનું સામૂહિક ભોજનલાય છે. જોકે દિવાળીના તહેવારમાં બહાર રહેતા દરેક લોકો પોતાના ગામમાં આવે છે પણ, ત્યારે પણ દરેક લોકો એક સાથે ભોજન કરે છે. ગામના કોઈ પણ ઘરમાં ચૂલો સળગતો નથી. જોકે ગામના દરેક લોકોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળે તે માટે ગામના સરપંચ અને યુવાનોએ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધા પૂરી પાડે છે. ગામના પાદરમાં જ એક આધુનિક ભોજનાલય તૈયાર કર્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધા પૂરી કરવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષ થી આજ રીતે ગામ લોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે, જોકે બદલતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહયા છે, ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details