- ટિકિટ જાહેર થતાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખની પહેલી પ્રતિક્રિયા ETV Bharat પર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
- હજૂ પણ અમુક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે
મહેસાણાઃ જિલ્લા ભાજપ પ્રમુખ જસુ પટેલે જણાવ્યું હતું કે, દરેક કાર્યકર્તા ઉમેદવારી માટે લાયક હોય છે, પરંતુ નિયમાનુસાર પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર પસંદ કરે છે. જોકે, મહેસાણા જિલ્લામાં ટિકિટ જાહેર થતા જિલ્લા પ્રમુખની ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
નારાજગી મામલે જિલ્લા પ્રમુખનો ડેમેજ કન્ટ્રોલ પ્લાન..!
ભાજપ દ્વારા મહેસાણા જિલ્લા માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ અન્ય જિલ્લાની જેમ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નારાજ કાર્યકર્તા અને ટિકિટ વાંચ્છુકોને માનવી સમજાવી મામલો થાળે પડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપમાં આવેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે : પ્રમુખ
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા મામલે નિવેદન આપતા જાહેર કરાયું છે કે, કોઈ ખાસ ઉપરી નેતા કોઈ ઉમેદવારનું ફોર્મ ભરવા આવશે તો તે ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિ જ જશે. આથી કોરોના ગાઈડલાઈનનું પાલન થાય. એકાદ ઉમેદવારનું ફોર્મ ભરાવવા જશે અને જિલ્લાના અન્ય હોદ્દેદારો ઉમેદવારને પ્રોત્સાહિત કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાશે.