ગુજરાત

gujarat

ETV Bharat / state

BJPના પૂર્વ સાંસદ અને એક્ટર પરેશ રાવલના ભાઇ થકી ચાલતું જુગારધામ વિસનગરથી ઝડપાયું - visnagar news

નામાંકિત ફિલ્મ કલાકાર એવા કોમેડિયન BJPના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઈ હિમાંશુ રાવલે તેના સાગરીત સાથે મળી વિસનગર મથુરદાસ કલબમાં જુગાર ધામ શરૂ કર્યું હતું. જ્યાં મહેસાણા LCBની ટીમે દરોડા પાડતા 20 જુગારીઓ 1.94 લાખની રોકડ અને 16 મોબાઈલ, 3 વાહનો સાથે ઝડપાયા છે.

Visnagar
જુગરધામ વિસનગરમાંથી ઝડપાયું

By

Published : Jul 22, 2020, 9:58 AM IST

મહેસાણા: વિસનગર ગૌરવપથ પર આવેલા મથુરદાસ કલબના ટ્રસ્ટીઓ અને લોકડાઉનમાં પરેશ રાવલના ભાઈ હિમાંશુ દ્વારા લોકોને નાસ્તા ભોજનની સેવા કાર્ય કર્યા બાદ આજે શ્રાવણ માસમાં જ શ્રાવણીયો જુગાર રમાડતાની હકીકત સામે આવી હતી. જેમાં મહેસાણા LCB પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડતા મથુરદાસ કલબના ટ્રસ્ટી કીર્તિ રાવલ અને હિમાંશુ રાવલ દ્વારા મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના ગ્રામ્ય વિસ્તારના જુગાર રસિયાઓ બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી.

BJPના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ થકી ચાલતું જુગારધામ વિસનગરથી ઝડપાયું

જ્યાં LBC દ્વારા પરેશ રાવલના ભાઈ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોની અટકાયત કરી 1.94.540 રોકડ, 16 મોબાઈલ ફોન અને 3 વાહનો મળી કુલ 6.33.540નો મુદ્દમાલ જપ્ત કરી આરોપીઓ સામે વિસનગર શહેર પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details