- મહેસાણા પોલીસે શસ્ત્રપૂજન કર્યું
- અશ્વોદળની પણ પૂજા કરાઈ
- આજના દિવસે છે શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવી - અશ્વોદળ
વિજય દશમીના પર્વ પર શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા રહેલો છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાટર ખાતે વિધિ વિધાન સાથે શાસ્ત્ર અને અશ્વોની પણ પૂજા કરી દશેરા પર્વની ઉજવણી કરી હતી.
mahesana
મહેસાણાઃ વિજયદશમીનો પર્વ એટલે માતાજીના નવલા નોરતાના અંતે દેવી શક્તિની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ હિન્દૂ ધર્મ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે દિવસ દરમિયાન માતાજીના હવન પૂજન સાથે રાજા રજવાડાઓ સમયથી ચાલી આવતી શસ્ત્રપૂજનની પરંપરા પ્રમાણે મહેસાણા પોલીસ હેડક્વાટર ખાતે ઉજવવામાં આવી હતી.