મહેસાણા: જિલ્લામાં રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ(Water problem in Mehsana district)વર્ષોથી ચાલી આવ્યું છે. સરકારમાં પ્રતિનિધિત્વ કરતા મહેસાણા જિલ્લાનો છેવાળાનો વિસ્તાર આજે દાયકાઓ વીતવા છતાં પીવા અને સિંચાઇનાપાણીની સમસ્યાથીપીડાઈ રહ્યો છે. જિલ્લાના ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમ (Mehsana Dharoi Dam )આવેલો હોવા છતાં આજે આ વિસ્તારોના 44 જેટલા ગામો કે જે માત્ર પશુ પાલન અને ખેતી (Mehsana Animal Husbandry)આધારિત જીવન જીવે છે.
સિંચાઇના પાણીની શોધમાં -આજે પાણી માટે વલખા મારી રહ્યા છે અહીં રોજે રોજ પાણીની શોધમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પડતું મૂકી પાણી ભરવા જાય છે. તો બીજી તરફ પાણીની સમસ્યાને પગલે ગામના યુવાનો સાથે કોઈ યુવતીઓ લગ્ન કરવા તૈયાર નથી જેથી પાણીની માંગ પણ સામાજિક સમસ્યા બની બેઠી છે. હાલમાં ગામ લોકો ટેન્કર મંગાવી તરસને સંતોષવા મજબૂર બન્યા છે જોકે તેમના ઢોરઢાંખર અને ખેતી આજે પણ સિંચાઇના પાણીની શોધમાં તરફડી રહ્યા છે. આમ ઉનાળાની શરુઆતમાં જિલ્લાના આ વિસ્તારની હાલત પાણી વિના કફોડી બની છે.