ગુજરાત

gujarat

ETV Bharat / state

Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!

મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈના (Water Problem in Becharaji) પાણીની સમસ્યા (Irrigation water problem in Becharaji taluka ) સામે આવી છે. તેવામાં ખેડૂતોએ સરકાર પાસે નદીમાં પાણી છોડવાની માગ (Farmers demand release of water in Becharaji river) કરી છે. જોકે, ખેડૂતોની સમસ્યા અંગે ધારાસભ્યએ સરકારને રજૂઆત પણ (Farmers appeal to government) ચકરી છે.

Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!
Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!

By

Published : Jan 24, 2022, 3:33 PM IST

મહેસાણાઃ એક તરફ વિકાસશીલ ગુજરાતની વાતો કરતી સરકારની પોલ ફરી એક વાર ખૂલી ગઈ (Water Problem in Becharaji) છે. કારણ કે, મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકાના (Irrigation water problem in Becharaji taluka) 70 ગામોમાં સિંચાઈ માટે પાણી જ નથી. અહીંના ખેડૂતો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ નદીમાં પાણી છોડવા સરકાર પાસે માગ કરી છે. તો ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ સરકારને આ અંગે પત્ર લખીને રજૂઆત (Farmers appeal to government) કરી છે.

ધારાસભ્યએ સરકારને કરી રજૂઆત

નદીઓમાંથી પાણી છોડો સરકારઃ ખેડૂતોની માગ

બેચરાજી પંથકમાં આવેલી રૂપેણ, પુષ્પાવતી અને ખારી નદીમાં પાણી છોડવા ખેડૂતોની માગ (Farmers demand release of water in Becharaji river) છે. ખેડૂતોની આ સમસ્યા અંગે ધારાસભ્યએ સરકારને રજૂઆત (Farmers appeal to government) પણ કરી છે. તેમ જ જો ખેડૂતોને પાણી નહીં મળે તો ઊભો પાક નિષ્ફળ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં પાણીની મુખ્ય જરૂરિયાત રહેતી હોય છે

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં ખેતી અને પશુપાલન 2 મુખ્ય વ્યવસાય રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની જીવાદોરી સમાન આ બંને વ્યવસાય માટે પાણીની મુખ્ય જરૂરિયાતો રહેતી હોય છે. જોકે, તાજેતરમાં બેચરાજી તાલુકામાં ખેડૂતો માટે રવિ સિઝનનું વાવેતર પડ્યા પર પાટુ વાગવા સમાન બન્યું છે.

આ પણ વાંચો-Development Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ

બેચરાજી તાલુકાના ખેડૂતોને ખાતરની પણ સમસ્યા

એક તરફ બેચરાજી તાલુકાના ખેડુતોને ખાતર પૂરતું મળતું નથી. તો બીજી તરફ ખાતરમાં બિજજરૂરી વસ્તુઓ ખરીદવા ખેડૂતોને મજબૂર કરી વધુ પૈસા પડાવાતા હોવાની ઘટના પણ સામે આવી હતી અને હવે અહીંના ખેડૂતોને પાક ઉગ્યો છે, પરંતુ સિંચાઈ માટેના પાણી માટે ફાંફાં પડી (Water Problem in Becharaji) રહ્યા છે.

પાણી નહીં મળે તો પાકને નુકસાનની ભીતિ

બેચરાજી તાલુકાના લગભગ 70 જેટલા ગામોના ખેડૂતોએ રવિ સીઝનના વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે, પરંતુ પાકને જરૂરી સિંચાઈના પાણી ન મળતા પાક નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ત્યારે તાલુકામાંથી પસાર થતી રૂપેણ, પુષ્પાવતી અને ખારી નદીમાં સરકાર દ્વારા પાણી છોડવામાં (Farmers demand release of water in Becharaji river) આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો-નવસારીમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના બંદર રોડ બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ, સ્થાનિકોમાં રોષ

સરકારને બેચરાજીની રજૂઆત મોડેથી જ સંભળાતી હોવાનો આક્ષેપ

બેચરાજી તાલુકો જિલ્લાના છેવાડાનો તાલુકો હોવાથી ત્યાંના ખેડૂતોની સમસ્યા સરકારના કાને ઓળતા હંમેશા વાર લાગતી હોય છે ત્યારે બેચરાજી વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારસભ્ય ભરતજી ઠાકોર દ્વારા પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પત્ર લખી સરકારને ખેડૂતોની માગ પૂરી કરવા રજુઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, ખેડૂતોના પાકને સિંચાઈનું પાણી ક્યારે અને કેઈ રીતે મળશે?

ABOUT THE AUTHOR

...view details