- મહેસાણનો વોન્ડેટ ચોર પકડાયો
- પોલીસે આરોપી પાસેથી ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો
- આરોપીએ 13 જેટલા ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી
મહેસાણા: જિલ્લા સહિત પાટણમાં પરિવહન માટે લોકો રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. લોકોને પોતાની રીક્ષામાં બેસાડી પેસેન્જરે પહેરેલા દાગીના અને તેમની પાસે રહેલી રોકડ પડાવી લેવાની પ્રવૃતિઓ વધી જતાં પોલીસના નાકે દમ આવી ગયો હતો. મહેસાણા LCBની ટીમને મળેલી માહિતી આધારે જિલ્લાના સાંગણપુર ગામે એક શકમંદ વ્યક્તિને પકડી પૂછપરછ કરતાએ મૂળ ખેરાલુનો વતની મેહુલ ભરથરી હોવાની માહિતી આપી હતી.
4 વ્યક્તિઓની ટોળકી શહેરમાં મચાવી રહી હતી આંતક
પલીસે તેના પર શંકાના આધારે યુક્તિ પ્રયુક્તિ વાપરી પૂછપરછ કરતા મેહુલે જણાવ્યું હતું કે, પોતે રિક્ષામાં પેસેન્જર બેસાડી અનેક લોકો સાથે ચોરીઓની પ્રવૃત્તિઓ કરી હતી જેને લઈ LCBની ટીમે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી આરોપીએ પોતે તેના અન્ય સાગરીતો મુકેશ સોલંકી, જ્યંતી સોલંકી અને અનિતા પ્રજાપતિ સાથે મળી છેલ્લા 4 મહિનામાં 13 જેટલા ગુન્હાઓને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા
ચાર મહિનામાં 13 ગુન્હા આચરી ચારેય આરોપીઓ ફરાર થયા હતા
મહેસાણા અને પાટણ જિલ્લામાં રિક્ષામાં પૂર્વ આયોજિત કાવતરું રચી આરોપી મેહુલ અને તેના 3 સાથીદારો મળી સામાન્ય નગરિકોને રિક્ષામાં બેસાડી ચાલકીપૂર્વક પૈસા કે દાગીના સેરવી લેતા હતા, જેમાં છેલ્લા ચાર મહિનામાં આ આરોપીઓ દ્વારા 13 જેટલા ગુનાઓને અંજામ આપતા 4 સોનાની ચેન , 2 સોનાની બંગડી, એક પારાકંઠી અને 1.22 લાખ જેટલી રકમ સેરવી લીધી છે
LCB એ 4 પૈકી 1 જ આરોપી પકડ્યો 3 ફરાર, એક રૂપિયાનો પણ મુદ્દામાલ રિકવર ન થયો
મહેસાણા LCBને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ પગલે મહેસાણા અને પાટણ જિલ્લાના મળી ચોરીના 13 જેટલા ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે પરંતુ પોલીસના હાથે માત્ર એક આરોપી ઝડપાયો છે અને હજુ પણ 3 આરોપીઓ વોન્ટેડ છે. જડપાયેલા આરોપી ચોરીના અનેક ગુનામાં સપડાયેલો હોવા છતાં તેની પાસે થી કોઈ મુદ્દામાલ રિકવર થયો નથી ત્યારે આ આરોપીઓના હાથે ભોગબનનાર નાગરિકોને તેમની ચોરાયેલ ચીજ વસ્તુઓ અને રોકડ ક્યારે પરત મળે છે તે તો જોવું રહ્યું.