રાજકીય પક્ષઓના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોને અપીલ કરી છે. કે વધુમાં વધુ રાષ્ટ્રના હિતમાં મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા પ્રજ્ઞાચક્સુ મતદારો માટે ખાસ બ્રિલ લિપિમાં વ્યવસ્થા કરાઈ છે. તો વ્યયદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે પણ વહીલ ચેર સહિતની જરૂરી સેવા આપવામાં આવી છે.
ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં અત્યાર સુધી 11.88 ટકા મતદાન
મહેસાણાઃ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં વહેલી સવારથી મતદારો ઉત્સાહ સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરતા મતતદાન માટે લાઈનો લગાવી હતી. ત્યારે ચૂંટણી પંચના દ્વારા ખેરાલુ બેઠક પર મતદાન પ્રક્રિયા માટે તમામ વ્યવસ્થા બાદ મતદાન શરુ કારાતા મતદારોએ મતદાન કરી લોકશાહીમાં મળેલા પોતાના રાષ્ટ્રી અધિકારનો ઉપયોગ કર્યો હતો.
ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન શરૂ
મહત્વનું છે કે ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી પર મતદાન સવારથી જ શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ છે. મલેકપુર ગામે 15 મિનિટ EVM મશીન ખોટવાયું તેવા મેસેજ મળતા જ ચૂંટણી ફરજ પરની ટેક્નિકલ ટિમેં મશીન રિસ્ટાર્ટ કરી પુનઃ મતદાન શરુ કરાવ્યું હતું. તો આ બેઠક પર સવારના 2 કલાકમાં લગભગ 10 ટકા જેટલું મતદાન જોવા મળ્યું છે