ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ - voters day

આજે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ છે. મહેસાણા જિલ્લા કક્ષાનો દસમો રાષ્ટ્રીય મતદાતા દિવસ કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે ઉજવવામાં આવ્યો હતો.

કડીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
કડીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

By

Published : Jan 25, 2020, 11:45 PM IST

ભારત એ લોકશાહી રાષ્ટ્ર છે. જેનું ગૌરવ દેશના સૌ નાગરિકોને છે. ત્યારે લોકશાહીનો મૂળ મર્મ મતદાનમાં છે. માટે જ આજે રાષ્ટ્રીય સ્તરે દસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ચાલી રહી છે. મહેસાણામાં વર્તમાન અને ભાવિ મતદારો માટે કાર્યક્રમ યોજાયો હતો.

કડીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

મતદારોમાં જાગૃતિ અને મતદાનનું મહત્વ સમજાવતા ડ્રામાં અને વીડિયો ફિલ્મ દર્શાવી ખાસ પ્રયાસ હાથ ધરાયો હતો. આ સાથે ચૂંટણીઓમાં પ્રશંસનીય કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓના સન્માન સાથે વિશેષ મતદારો જેવા કે વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનું સન્માન કરાયું છે. સાથે જ નવા નોંધાયેલા પ્રથમ મતદારોને વોટર કાર્ડ અર્પણ કરી મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details