ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર પાલિકાની વેરા વસુલાત ઝુંબેશ, 70 નળ કનેક્શન કાપી-27 દુકાનો સીલ કરાઈ - vishnagar news

મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાએ જુદી-જુદી ટીમો બનાવી વેરા વસુલાતની કામગીરી હાથ ધરી છે. ત્યારે વેરો ન ભરનાર 70 મિલકતોના નળ કનેક્શન કાપવામાં આવ્યા અને 27 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.

80 ટકાથી વધુ વેરો વસુલાત કરવાનો લક્ષ્યાંક
80 ટકાથી વધુ વેરો વસુલાત કરવાનો લક્ષ્યાંક

By

Published : Mar 6, 2021, 1:27 PM IST

  • જુદી-જુદી ટીમો બનાવી વેરા વસુલાત કરવામાં આવી
  • વેરો ન ભરનાર 70 મિલકતોના નળ કનેક્શન કાપવામાં આવ્યા
  • 27 જેટલી દુકાનો સીલ કરવામાં આવી
  • 80 ટકાથી વધુ વેરો વસુલાત કરવાનો લક્ષ્યાંક

મહેસાણા: જિલ્લાના વિસનગર નગરપાલિકા રાષ્ટ્ર અને રાજ્ય સહિત સ્થાનિક સ્વરાજનો વિકાસ સાથે પ્રજાની સુખ સુવિધા માટે મહત્વનું પાસું ગણાતા કરવેરાથી સરકાર અનેક કર્યો કરે છે. ત્યારે વેરો ભરવો સૌ કોઈની જવાબદારી હોવા છતાં વિસનગર નગરપાલિકા વિસ્તારમાં કેટલાક વર્ષો જુના વેરા લોકોએ ન ભર્યા હોવાથી પાલિકા તંત્રએ વેરા વસુલાત ઝુંબેશ ઉપાડી છે.

આ પણ વાંચો:ભાવનગર મહાનગરપાલિકાએ વ્યવસાયવેરાને ઓનલાઈન શરુ કર્યો

ફેબ્રુઆરી અંત સુધી 70 ટકા જેટલો વેરો વસુલવામાં આવ્યો

વિસનગર નગરપાલિકાએ લોકો સામે લાલ આંખ કરતાં વેરા વસુલાત ઝુંબેશથી પાલિકાની વિવિધ ટીમોને સાથે રાખી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. નગરપાલિકામાં ફેબ્રુઆરી માસના અંત સુધી 70 ટકા જેટલી વેરા વસુલાત કરવામાં આવી છે. જોકે વેરો ન ભરનાર મિલકતના માલિકો સામે નળ કનેક્શન કાપવા અને મિલકત સીલ કરવા સહિતની કાર્યવાહી કરતાં હાલ 70 જેટલા નળ કનેક્શન કાપી અને 27 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.

જુદી-જુદી ટીમો બનાવી વેરા વસુલાત કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details